તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કુકરમુંડા સેવાસદનમાં કોવિડ -19 થર્ડ વેવ જનજાગૃતિ અભિયાન રથની શરૂઆત

નિઝર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિઝર તાલુકા પંચાયત કચેરીથી જાગૃતિ રથની શરૂઆત થઇ હતી. - Divya Bhaskar
નિઝર તાલુકા પંચાયત કચેરીથી જાગૃતિ રથની શરૂઆત થઇ હતી.
  • પ્રાથમિક સારવાર માટેની દવાઓ પૂરી પાડશે તેમજ રેપિડ ટેસ્ટ કરાશે
  • વેક્સિનેશન જન જાગૃતિ રથ RBSK ટીમ ગામે ગામે જઇ પ્રચાર કરશે

કુકરમુંડા સેવાસદન ખાતે કોવિડ -19 થર્ડ વેવ જનજાગૃતિ અભિયાન રથને કુકરમુંડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે વેક્સિનેશન અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત અનેક પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.

તાપી કલેકટર અને તાપી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં તાલુકા સેવાસદન ખાતે કરોના વેક્સિનેશન જન જાગૃતિ રથ RBSK ટીમ તાલુકામાં જનજાગૃતિ માટે તાલુકાના ગામે ગામે જઇ પ્રચાર પ્રસાર કરશે અને સાથે સાથે લોકોની જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર માટેની દવાઓ પૂરી પાડશે તેમજ રેપિડ ટેસ્ટ કરવા જેવી કામગીરી કરશે.

આ જનજાગૃતિ રથનું મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી દ્વારા સમજણ આપી લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાના સ્ટાફ અને તાલુકાના આગેવાનો અને જિલ્લા સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...