તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કોટલીમાં ગટરના અભાવે, શેરીમાં ગંદુ પાણી ભરાતાં પાણીજન્ય રોગ ફાટી નીકળવાનો ભય

નિઝર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરની સુવિધા આપવા અથવા તાત્કાલિક સફાઇ કરવા લોકોની માગણી

નિઝરના કોટલી ગામમા ગટરના અભાવે ગામની શેરીમા પાણી ભરાતા લોકોમાં પાણી જન્ય રોગ ફાટી નીકળે તેવો ભય જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાના નિઝર તાલુકામા આવેલા કોટલી બ્રુદક ગ્રામપંચાયતના કોટલી ગામમાં આશરે 2500થી વધુ વસ્તી છે. ગામ માટે સરકાર દ્વારા લોકોને સમયસર અને નિયમિત પાણી મળી રહે તે માટે ગામમાં લાખો રૂપિયાના ખર્ચે પાણીની સુવિધા કરવામાં આવી છે, જેમા પાણીની ટાંકીઓ, હેડપંપ, બોર કે પાણી પુરવઠાની આર.સી.સી ટાંકી બનવામાં આવેલ છે. પરંતુ પાણી નિકાલ માટે ગટર લાઈન બનવામાં આવેલ છે.

જે બ્લોક થઈ જતાં ગામની શેરીઓમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. પાણીના ભરાવાથી લોકોમાં પાણીજન્ય રોગ ફાટી નીકળવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. પાણીના ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતા જોવા મળી રહી છે, જેના કારણે ગામના લોકોમાં મલેરીયા, ટાયફોડ, તાવ કે અન્ય રોગ ફાટી નિકળે તો જવાબદાર કોણ ? તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપી કોટલી ગામમાં બ્લૉક થઈ ગયેલી ગટરની સાફ સફાઈની કામગીરી તાત્કાલિક ધોરણે શરુ કરાવામા આવે નહી તો નવી ગટર લાઈન બનાવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...