તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુકરમુંડા તાલુકા સેવા સદન ખાતે અપૂરતા નેટવર્કના અભાવે કર્મચારીઓને કામ કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વિદ્યાર્થીઓ પણ ઘરે રહીને ઓનલાઇન શિક્ષણને લગતી કામગીરી કરતા હોવાથી એમને પણ ખરાબ કનેક્ટીવીટીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લાં ત્રણ ચાર દિવસથી કુકરમુંડા તાલુકાના અનેક વિસ્તારોમાં નેટવર્કની અપૂરતી રેન્જ અને કોલ ડ્રોપ થવાની સમસ્યા વર્તાઈ રહી છે. તેમજ ગ્રાહકોને અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે કુકરમુંડા સેવા સદન ખાતે કામ કરતા કર્મચારીઓને ટાવરની કનેક્ટીવીટી છેલ્લા ત્રણ, ચાર દિવસથી બરાબર નહી રહેતા કામગીરીમાં અડચણ ઉભી થઈ રહી છે અને હાલ ચૂંટણીલક્ષી ખૂબ જ જરૂરી કામગીરી ચાલતી હોવાથી ઇન્ટરનેટની કનેક્ટીવીટી હોવી ખૂબ જ જરૂરી છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી નેટવર્કમાં પ્રોબ્લેમ હોવાને કારણે ઓનલાઇન કામો કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. કુકરમુંડા તાલુકામાં આવેલા કુકરમુંડા, બાલંબા અને ઝીરીબેડા ત્રણેય ટાવરો નેટવર્કની સમસ્યા ઉદ્દભવી રહી છે.
ફૂલવાડી પાસે ફાઇબર કેબલમાં કટ
આ બાબતે ટેકનિકલ ટીમના હેડ ગુરુભાઈ અને નિલેશભાઈને સંપર્ક કરતા એમણે જણાવ્યું હતું કે ફૂલવાડી પાસે ફાઇબર કેબલમાં કટ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા થઈ રહી છે અને અમારી બ્રેક ડાઉન ટીમ હાલ એનું સમારકામ કરી રહી છે અને આજના દિવસમાં કનેક્ટીવીટી પ્રોબ્લેમ દૂર થઈ જશે. મુખ્ય સાઇટ પર પ્રોબ્લેમ હોવાથી બધી સાઇટ પર આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પરંતુ ટૂંક સમયમાં જ તેનું નિરાકરણ લવાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.