મુશ્કેલી:ગુજ્જરપુર ,ખેરવા,નવું નેવાળા અને આડદા ગામમાં બસ સ્ટેન્ડનો અભાવ

નિઝરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેન્ડના અભાવ ત્રણેય ઋતુનો માર સહેતા મુસાફરો

નિઝર તાલુકાના ખેરવા ,ગુજ્જરપુર ,નવું નેવાળા , આડદા ગામોના બસ સ્ટેન્ડનો અભાવે મુસાફરોને હાલાકી થઇ રહી છે . ઘણાં સમયથી આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં ન આવતા મુસાફરો હાલ વરસાદી પાણીમા ખુલ્લામાં ઉભા રહી બસ કે ખાનગી વાહનોની રાહ જોતાં હોય છે. મુસાફરોની સમસ્યાને દયાનમા રાખી તત્કાલીક નવા બસ સ્ટેન્ડનુ નિર્માણ કરવામાં આવે એવી માંગ મુસાફરો કરી રહ્યા છે.

તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકાના ખેરવા , ગુજ્જરપુર , નવું નેવાળા , આડદા ગામોમાં ઘણા સમયથી બસ સ્ટેન્ડનો અભાવ જોવા મળી રહ્યા છે. બસ સ્ટેન્ડ નિર્માણ કરવા અંગે જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરી હોવા છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ ચોમાસાની સીઝન હોવાથી મુસાફરો વરસાદી પાણીમાં ખુલ્લામાં ઉભા રહીને બસ કે ખાનગી વાહનની રાહ જોવી પડે છે. જ્યારે ઉનાળા અને શિયાળાની ઋતુમાં લોકોને ઘણી મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. બસ સ્ટેન્ડના અભાવે કાયમ અવર જવર કરતાં વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જેથી જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે નવા બસ સ્ટેન્ડનુ નિર્માણ કરે અને લોકોની સમસ્યા સત્વરે દૂર કરવામાં આવે એ હાલ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...