તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:તાપી જિલ્લામાં માસ્ક, હેલ્મેટ બાબતે લોકોને હેરાન કરાય છે

નિઝર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી

તાપી જિલ્લામાં પોલીસ દ્વારા માસ્ક,હેલ્મેટ બાબતે લોકોને હેરાન ન કરવામાં આવે તે બાબતે 172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય સુનીલ ગામીત દ્વારા તાપી કલેકટરને રજૂઆત કરી છે. નિઝર ધારાસભ્ય સુનિલભાઈ ગામીત દ્વારા તાપી જિલ્લામાં પોલીસ દ્વારા માસ્ક, હેલ્મેટ બાબતે લોકોને હેરાન ના કરવામાં આવે તે બાબતે તાપી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાથે જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં લોકો પાસે રોજગારી નથી જેથી કરી પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવવામાં આવે.

ધારાસભ્ય દ્વારા 07/05/2021 ના રોજ તાપી જિલ્લા પોલીસ દ્વારા માસ્ક, હેલ્મેટ બાબતે લોકોને હેરાન ના કરવા અંગે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું,આવેદનમાં જણાવ્યા મુજબ મહામારીમા લોકો રોજગારી અને કમાણી માટે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી દુઃખ દાયક છે. જે સામાન્ય વ્યક્તિ પાસે અને બીજા ઘણા બધા કારણો બતાવી દંડ વસૂલ કરે છે અને દુકાનદાર અને સામાન્ય ચાની લારી તેમજ શાકભાજીવાળાને માસ્કના નામે કેસ કરી હેરાન કરવામાં આવે છે. જેની ફરિયાદો મળી છે. જે બાબતે પોલીસ વડાને જાણ કરી આ બાબતે સામાન્ય માણસને થતી હેરાનગતિ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...