તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ભીલભવાલીમાં ચોરટાઓ આખેઆખો LED લાઈટનો પોલ ઉખાડીને લઇ ગયા

નિઝર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિઝરના નવી ભીલભવાલી ગામે જ્યાથી ચોરો પોલ ઉખાડી ગયા તે સ્થળ. - Divya Bhaskar
નિઝરના નવી ભીલભવાલી ગામે જ્યાથી ચોરો પોલ ઉખાડી ગયા તે સ્થળ.
  • બસ સ્ટેન્ડ પાસેનો જ સોલાર પેનલ સહિતનો પોલ ચોરાતા મુસાફરોને મુશ્કેલી

નિઝર તાલુકાના સાયલા ગૃપગ્રામ પંચાયતમાં સમાવેશ નવી ભીલભવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી તસ્કરો રાત્રિ દરમિયાન આખેઆખો સોલર સ્ટ્રીટ-લાઈટના પોલ ઉખાડીને લઇ ગયા હતા.નિઝરના નવી ભીલભવાલીમાં બસ સ્ટેન્ડ પાસે મુસાફરોને રાતના સમયે હાલાકી વેઠવી ન પડે તે હેતુસર એક સોલર પેનલ 12 વોલ્ટેજ LED સ્ટ્રીટ લાઈટ બેટરી સહિત લગાડવામાં આવી હતી.

જે ગત 4 જૂનના રોજ કોઈ અજાણ્યા ચોરટાઓ દ્વારા બેટરી સહિત પોલ કાપી સોલર સ્ટ્રીટ લાઇટ ચોરી ગયા હતા.ગત 4 જૂનના રોજ સાંજના સમયે આવેલા વાવાઝોડામાં લાઈટ બંધ થતાં અજાણ્યા ચોરટાઓ એ અંધારાનો લાભ લઇ સ્ટ્રીટ લાઇટ ચોરી ગયા હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...