તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીનામા:બોરદા ગ્રામપંચાયતમાં વિકાસ કામો ન થતા હોવાની રાવ સાથે પાંચ સભ્યના રાજીનામા

નિઝર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચના પતિ મનમાની કરી રાજકીય ભેદભાવ રાખી માનીતાના કામ કરે છે

નિઝર તાલુકાના બોરદા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ન થતાં ગ્રા. પં.નાં ચૂંટાયેલા 5 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી રાજીનામુ આપતા ખળભળાટ થઈ ગયો હતો. નિઝર તાલુકાના બોરદા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ન થતાં ચુંટાયેલા 12 સભ્યોમાંથી પાંચ સભ્યોએ બુધવારના રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને રાજીનામું આપતા જણાવ્યું હતું કે, બોરદા ગ્રામ પંચાયતના 5 ચુટાયેલા સભ્યો છે.

અમે અમારા વોર્ડમાં સતત વિકાસના કામોની માંગણી છેલ્લા સાડાચાર વર્ષથી કરતા આવ્યા છેઅને સામાન્ય સભામાં ઠરાવના કામોની માંગણી કરેલ છે પણ તમામ વહીવટ સરપંચ નિરક્ષર હોવાથી એમના પતિ દ્વારા જ થતું આવ્યું છે અને સરપંચનાં પતિ દ્વારા મનમાની કરી રાજકીય ભેદભાવ રાખી એમના માનીતાના જ કામો કરેલ છે .તેમજ અમારા ગામમાં પાણી સમયથી લોકો પાણી માટે વલખા મારી રહયા છે. અને અમારા વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ અને સરકારી યોજના હોય એવી એક પણ યોજના કે સુવિધાનો લાભ આપવામાં આવેલ નથી તેવો આક્ષેપ સભ્યો દ્વારા લેખિતમાં કરવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે,હાલ કોરોના માહામારી ચાલી રહી છે. અને લોકો ઘરે જ રહે છે. તેમજ મજુરી પર નિર્ભર ગરીબ લોકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે . અને જયાં મનરેગા યોજનાનું કામ ચાલતું હતું.ત્યાં પણ એમના માનીતાને જ રોજગારી આપવામાં આવેલ હતી. અને ટ્રેકટર, જેસીબી જેવા મશીનરીનો ઉપયોગ કરેલ છે. અને લોકોને રોજગારી આપવામાં આવેલ નથી. આ અંગે અમે સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરેલ છે. તો પણ કોઈ પણ જાતનું નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવ્યું નથી.

સરપંચ અને ઉપ સરપંચ નિરક્ષર હોવાથી સત્તાનો દુર ઉપયોગ સરપંચનો પતિ કરી રહ્યો છે. તેવો આક્ષેપ સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ સરપંચને તાત્કાલિક સત્તા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સભ્યો દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...