તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકમાંગ:મોરંબામાં નવી આંગણવાડીને મંજૂરી તો મળી પણ તંત્રને કામ શરૂ કરવાનું મુહૂર્ત મળતું નથી

નિઝર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલ અભ્યાસ બંધ છે ત્યારે જોખમી આંગણવાડી હટાવી નવું મકાન બનાવવાની લોકમાંગ

કુકરમુંડા તાલુકાના મોરંબા ગામની આંગણવાડી કેન્દ્ર-2નું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. જ્યારે નવી આંગણવાડી બાંધવા અંગે મંજૂરી મળી ગઈ હોવા છતાં તંત્રને આંગણવાડી બાંધવાનું મુહૂર્ત નથી મળતું.

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનાં મોરંબા ગામના ખાલસાપાડા ફળિયામાં નાના ભૂલકાંઓ માટે વર્ષ 1997-98માં આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઘણા સમયથી આંગણવાડી કેન્દ્રની હાલત જર્જરીત હાલતમાં હોવા છતાં નવી આંગણવાડીનું નવ નિર્માણ કરવામાં આવ્યું નથી. હાલ મકાન એટલો જર્જરિત હાલતમાં છે કે, મકાનમાં લાદીઓ ઉખડી ગઈ છે તેમજ દીવાલો પર મોટી મોટી તિરાડો પડી ગઈ છે. જ્યારે આ તિરાડોમાંથી કીડા મોકળા અને ઝેરી સાપો પણ મકાનની અંદર આવી જતા હોય છે. જેનાથી બાળકોને કોઈ ઝેરી જીવ જંતુથી હાનિ પહોંચે તેવી પરિસ્થિતિ જોવા મળે છે. જ્યારે હાલ કોરોના મહામારીના કારણે આંગણવાડી બંધ છે. જો ભવિષ્યમાં સરકાર દ્વારા આંગણવાડી ચાલુ કરવામાં આવશે તો બાળકોને ક્યાં બેસાડશે? અને આવી પરિસ્થિતિમાં બાળકોને નુકસાન થાય તો કોની જવાબદારી? ભવિષ્યમાં આંગણવાડીના નાના ભૂલકાઓને કોઇ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે નવી આંગણવાડીનું નવનિર્માણ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે. હવે એ જવું રહ્યું કે આંગણવાડીનું નવનિર્માણ ક્યારે થશે એ તો સમય બતાવશે.

કોન્ટ્રાક્ટ અપાઇ ગયો છે ટુંક સમયમાં કામ શરૂ થશે
આંગણવાડી કેન્દ્રની મંજૂરી મળેલ છે. કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાય ગયેલ છે. ટૂંક સમયમાં આંગણવાડીનું નવ નિર્માણ કરવામાં આવશે. > જ્યોતિબેન મધુકરભાઈ વસાવા, સરપંચ, મોરંબા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો