તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:આદિવાસી નેતા કાંતિ ગામીત વિરુદ્ધ ખોટી કલમો ઉમેરી છે તે દૂર કરવા માંગ

નિઝર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યપાલને સંબોધી મામલતદારને આવેદનપત્ર અપાયું

તાપીના સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે સામાજીક આગેવાન તથા પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીતના પૌત્રીની સગાઈ દરમિયાન તુલસી વિવાહના સમયે મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉપસ્થિત થતા તેમના સામે કોરોના ગાઈડ લાઈન ભંગ કર્યા બાબતનો ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે. જે બાબતે આજે નિઝર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા મામલતદાર મારફતે રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

આવેદનમાં જણાવ્યું હતું કે, આગેવાન કાંતિભાઈ ગામિતના પુત્ર જીતુભાઈના ઘરે તેમની પુત્રીની સગાઈ વખતે સ્વયંભૂ ઉમટેેલી ભીડને લઈને તંત્રએ કોરોના નીતિ નિયમોનો ભંગ બદલ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. તથા આદિવાસી વિસ્તારના અન્ય સામાજિક પ્રસંગોમાં પણ તંત્ર દ્વારા ખોટી રીતે પગલાં લેવાય રહ્યા છે. હાઇકોર્ટે જવાબ માંગતા સરકાર પોતાનો પક્ષ બચાવવા તંત્ર પર દબાણ કરી આદિવાસીઅોને ટાર્ગેટ કરી ભેદભાવની નીતિ રાખી છે.

વધુમાં જણાવ્યું હતું કે,આ અગાઉ ચૂંટણી વખતે રાજકીય પક્ષો જેમકે તા. 19/11/2020 ના રોજ ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલીઓમાં હજારો લોકો હતા અને ત્યાં સોશ્યલ ડિસ્ટન્સ તેમજ કોવિડ-19 ના ગાઈડલાઇન ભંગ થયેલ તેમજ ધારાસભ્યની ચૂંટણીમાં હજારો લોકો ભેગા થયેલા અને કોવિડ-19 ના ગાઈડ લાઇનનો ભંગ થયો હતો. આવા કાર્યક્રમોમાં હજારો લોકોની ભીડ હતી. સરકારના હોદ્દેદારો વિરુદ્ધ ફોજદારી કેસો કે, કાયદેસરની કાર્યવાહી ન કરાશે તો આદિવાસી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહશે જેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો