તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોજના બંધ:કુકરમુંડા તાલુકાના સતોના ગામમાં ભરઉનાળે મિની પાણી યોજના બંધ

નિઝર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાઇપલાઇન નાંખી નળ કનેક્શન આપી દેવાયા પણ મીટર માટે વીજજોડાણ જ નથી

કુકરમુંડા તાલુકાના આમોદા તરફે સતોના ગામમાં વીજ જોડાણ કરેલું ન હોવાને મિની પાઇપ યોજના બંધ હોવાથી 10થી 15 ઘરોને પાણી માટે મુશ્કેલી પડી રહી છે. કુકરમુંડા તાલુકાના આમોદા તરફે સતોના ગામમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આસારામભાઈ વસાવેના ઘર પાસે 3 મહિના અગાઉ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 3.65 લાખના ખર્ચે મિની પાઇપ યોજના બનાવવામા આવી છે અને તેનો લાભ બે ફળિયાના 10થી 15 ઘરોને મળે છે. ફળિયાને નળ કનેકશન આપવામાં આવ્યું છે, જ્યાં ટાંકી, બોર, સ્ટાર્ટર ગોઠવેલ છે.

પરંતુ વીજ જોડાણ કરવામાં ન આવતા પાછલા 3 મહિનાથી આ યોજના ધૂળ ખાઇ રહી છે, જેના કારણે 10થી 15 ઘરને પીવાના પાણીના વલખાં પડી રહ્યા છે. હાલ ઉનાળાની ગરમીમાં પાણી ખૂબ જ જરૂરી હોય એવામાં આ યોજના ધૂળ ખાય રહી છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે તાત્કાલિક આ યોજનાને વીજ જોડાણ આપવામાં આવે અને યોજના શરૂ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો