તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રેતી ભરેલી ટ્રકો અટકાવતા નગરસેવક દ્વારા મહિલા તલાટી સાથે ખરાબ વર્તન

નિઝર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રક અટકાવવા મુદ્દે નંદુરબારમાં મહિલા તલાટી પર રોષ ઠાલવી રહેલા નગર સેવક. - Divya Bhaskar
ટ્રક અટકાવવા મુદ્દે નંદુરબારમાં મહિલા તલાટી પર રોષ ઠાલવી રહેલા નગર સેવક.

ગત રોજ નંદુરબાર જિલ્લાના મુખ્ય મથક નંદુરબાર ખાતે ઓવર બ્રિજ નજીક આવેલા વિસ્તારમાં ગુજરાતના હદ વિસ્તાર માંથી રેતી ભરીને ટ્રકો પસાર થઇ રહી હતી. એ દરમ્યાન ફરજ પરના તલાટી કમ મંત્રી એવા નિશાબેન પાવરાએ ટ્રકો અટકાવી તપાસ કરવા માટે માંગણી કરતા ટ્રકોના ચાલકો પાસે કોઈ પણ પાસ પરમિટ કે રોયલ્ટીના દસ્તાવેજો ના મળતાં ટ્રકો રોકી આગળની કાર્યવાહી હેતુસર ટ્રકો સ્થળ પર રોકી રાખ્યા હતા .એ દરમ્યાન ટ્રકોનો કર્તાધર્તા એવો નંદુરબાર નગરનો નગર સેવક ગૌરવ ચૌધરી ત્યાં આવીને મહિલા તલાટીને જાતિ વિષયક ગાળો આપી મહિલાને ધક્કો મારી જમીન નીચે પાડી દીધી હતી.

તેમજ મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હતી અને પોતાનો રોફ જમાવ્યો હતો. તેમજ મહિલાને ભર પબ્લિકમાં તારાથી જે થાય એ કરી લેજે એવી ધમકીઓ આપી હતી. આ બાબતના તમામ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા.

આ સંદર્ભે આજે 06/06/2021 ના ​​રોજ એકલવ્ય આદિજાતિ યુવા સંગઠન વતી, પોલીસ નિરિક્ષક તલોદાને આવેદનપત્ર અપાયું હતું, જેમાં જણાવ્યું હતું કે ,આદિવાસી મહિલા કર્મચારી ઉપર હુમલો કરવા બદલ દોષી સાબિત થયેલા કોર્પોરેટર સામે કેસ નોંધીને કોર્પોરેટરનું પદ રદ કરવું જોઈએ અને ગેરકાયદેસર ગૌણ ખનિજ કંટ્રોલ સ્કવોડની આદિવાસી મહિલા સરકારી કર્મચારી નિશા પાવારાને કોર્પોરેટર ગૌરવ ચૌધરીએ ફરજ પર હતી. ત્યારે તેની સાથે ક્રૂરતાથી માર માર્યો હતો.આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરી તલાટીને ન્યાય અપાવવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...