તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:PSI- ASIને ફરજ પર હાજર કરવા આદિવાસી સમાજનું મામલતદારને આવેદન

નિઝર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પી.એસ.આઇ નિખિલ ભોયા અને એ.એસ.આઇ ગણપતસિંહ બારીયાને ફરજ પર નિઝર ખાતે હાજર થવા બાબતે આવેદન આપવામાં આવ્યું હતુ. - Divya Bhaskar
પી.એસ.આઇ નિખિલ ભોયા અને એ.એસ.આઇ ગણપતસિંહ બારીયાને ફરજ પર નિઝર ખાતે હાજર થવા બાબતે આવેદન આપવામાં આવ્યું હતુ.
 • જવાબદારો સામે કાર્યવાહી કરવા માગણી

નિઝર તાલુકાનાં વેલદા ગામે લગ્ન પ્રસંગનો વિડિયો તારીખ 24 માર્ચના રોજ વાયરલ થયો હતો. તે અંગે નિઝર પો.સ્ટે. પી.એસ.આઈ અને એ.એસ.આઇને સસ્પેન્ડ કર્યા હતા. તેઓને તાત્કાલિક ધોરણે નિઝર પોલીસ સ્ટેશને હાજર કરવા અને બનાવ અંગે સરપંચ અને તલાટી તથા અન્ય જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એ બાબતે નિઝર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનોએ નિઝર મામલતદાર મારફતે તાપી કલેકટરને આેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વેલદા લગ્ન પ્રસંગનો વિડિયો વાયરલ થયો હતો. લગ્નમાં લોકોનો જમાવડો અંગે આયોજક પર અને બેન્ડ પાર્ટીનાં માલિક સહિત ત્રણ વ્યકિત પર એફ. આઇ. આર. દાખલ થઇ હતી અને સાંજે તાપી એસ.પી.એ પી.એસ.આઇ અનેએ.એસ.આઈને સસ્પેન્ડ કર્યા હતા, જે યોગ્ય નથી. નિઝર અને કુકરમુંડાનો વિસ્તાર મોટો છે અને પોલીસ સ્ટાફ ઓછો છે.

પી.એસ.આઇ. નિખિલ ભોયા અને એ.એસ.આઈ, ગણપતસિંહ બારીયાએ દારૂબંધીના કડક અમલ કર્યા છે. જે તે સમયે ગામનાં સરપંચ અને તલાટીને લોકોને covid- 19 વિશે માહિતગાર કરવા સરકારએ આદેશ કર્યો હતો પણ સરપંચ હોદ્દાનો રોફ બતાવી લગ્ન પ્રસંગ ગ્રામ પંચાયતની સામેનાં મેદાનમાં યોજાયો હતો. એમાં પ્રશ્નો ઘણા ઉપસ્થિત થાય છે કે સરપંચે પોલીસને જાણ કેમ નથી કરી ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો