તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:લીઝધારકોની મનમાનીથી હેરાન ટ્રક માલિકોએ 3 ઓવરલોડ ટ્રક વેલ્દા ટાંકી પર અટકાવી વિરોધ કર્યો

નિઝર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીઝ ધારકો પોતાની મનમાની પ્રમાણે વધુ ભાવથી રેતી આપે છે. - Divya Bhaskar
લીઝ ધારકો પોતાની મનમાની પ્રમાણે વધુ ભાવથી રેતી આપે છે.
  • જી.એસ.ટી બીલ 150 રૂપિયાનું આપે છે અને લીઝધારકો ગ્રાહકો પાસે 500 રૂપિયા વસૂલ કરે છે

સરકાર દ્વારા રેતીનાં ભાવ નકકી કરેલી હોવા છતાં નિઝર કુકરમુંડા તાલુકાના લીઝ ધારકો પોતાની મનમાની પ્રમાણે વધુ ભાવથી રેતી આપે છે. તેવો આક્ષેપ સાથે ઓવર લોડ ભરેલી 2થી 3 ટ્રક આજે વેલ્દા ટાંકી પર અટકાવી જાહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાપી જિલ્લામાં આવેલિ નિઝર અને કુકરમુંડામા સાદી રેતી લીઝનાં ધારકો રોયલ્ટીનાં ભાવમાં કોઇ વધારો થયો ન હોવા છતા વધુ રકમ વસૂલ કરી રહ્યા છે. તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

છેલ્લા ચાર વર્ષથી સરકાર દ્વારા રેતીની રોયલ્ટીનાં ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી છતા છેલ્લા 10 દિવસથી રેતીનાં ભાવમાં 300 ટકાનો વધારો કરેલ છે. જે ગેરકાયદે છે. લીઝ ધારકોને 50 રૂપિયા ટને રોયલ્ટી મળેલ છે. જેમાં નાવડી અને પોપલેનનો ખર્ચ 100 રૂપિયા છે. છતાં લીઝ ધારકો 550 રૂપિયા ટને રેતી વેચે છે. જેથી આ ટ્રક માલિકો લીઝ ધારકોને પૂછપરછ કરતા રેતી લીઝ ધારકોએ જણાવેલ કે, અમે ડીજીટલ પેમેન્ટ લેવાનાં નથી જે સાથે જી.એસ.ટી બીલ 150 રૂપિયા આપે છે અને 500 રૂપિયા વસૂલ કરે છે.

કાયદાકીય રીતે ગુનો છે. લીઝ ધારકો રોકડાથી પેમેન્ટ લે છે, જેનો રેકોર્ડ મળતો નથી જેથી લીઝ ધારકો સરકારને ચુનો લગાવવાનો કામ કરે છે. મહારાષ્ટ્ર રાજ્યના સીટીના લોકોને આ ભાવ પરવડતો હોય પણ ગ્રામિણ વિસ્તારના લોકો અમારી પાસેથી રેતી લેવા લોકો રાજી નથી જેથી 1 ટન રેતીનો ભાવ 250 રૂપિયા નકકી કરવામાં આવે અને દરેક લીઝ ધારકો ડીજિટલ પેમેન્ટથી પૈસા લે તેવો કાયદેસરનો હુકમ કરવામાં આવે તેવી માંગ ટ્રક માલિકો કરી રહ્યા છે.

માત્ર ટ્રક માલિકો પર કાર્યવાહી કરાય છે
રેતી લીઝ ધારકોએ હાલ સરકારી ભાવ કરતાં ભાવ વધારી પોતાની મન માની કરી રેતી વેચી રહ્યા છે. તો અમારા જેવા ટ્રકના માલિકો કેવી રીતે આ રેતીનું વહન કરીશું તેમજ એમની ગાડીઓ ઓવરલોડ ભરીને લઈ જાય છે. તેમજ લીઝ ધારકો હદ વિસ્તાર બહારથી મોટા પાયે રેતી ખનન કરતા હોય છે. એમાં સ્થાનિક તંત્ર જે જિલ્લા તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.

માત્ર નીચલી કક્ષાના ટ્રક માલિકો જે પોતાની રોજી રોટી કમાવી જીવે છે. એમના પર જ કાર્યવાહી કરવામાં આવે છે. આ બાબતે અમે તમામ ટ્રકોના માલિકોએ અરજી તૈયાર કરી છે અને આવા લેભાગુ પ્રજાને લૂંટનાર રેતી માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી તેમજ ગુજરાત રાજ્ય ગૌણ ખનિજ કમિશ્નરને સોમવારના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવશે.- જયેશ પાટીલ, અંતુર્લી

અન્ય સમાચારો પણ છે...