તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાકાલી:ઇંટવાઈની રેશનિંગ દુકાન અન્ય ગામમાં ફેરવાતા હેરાનગતિ, કાર્ડધારકોએ મામલતદારને રજૂઆત કરી

નિઝર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઇંટવાઈ ગામની રેશનિંગ દુકાન આશરે એક વર્ષથી અલગ અલગ ગામોમાં દુકાન ફરાવી કાર્ડ ધારકોને હેરાન કરવાની કામગીરી ચાલુ છે. જેથી દુકાન તાત્કાલિક બંધ કરવામાં આવે અને સ્થાનિક લેવલે અનાજ વિતરણ કરવામાં આવે તેવી માંગ સાથે કુકરમુંડા મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી. કુકરમુંડા ના ઇંટવાઈ ગામના 37 કાર્ડધારકોએ મામલતદારને આવેદન આપી જણાવ્યું હતું કે, ઈંટવાઈની રેશનીંગ દુકાન અલગ અલગ સંચાલકને આપે છે પણ અમારા કાર્ડધારકોની ભોગ બની રહ્યા છે.

હાલ 5 માસથી ઝુમકટીના સંચાલક સોનુભાઈ જાલમસિંગ પાડવીના નામે રેશનિંગ દુકાનનું લાઇસન્સ ધરાવે છે. ઈંટવાઈની રેશનિંગ દુકાનનું સંચાલન કરવાની જવાબદારી આપી છે.જેમાં ઈંટવાઈથી ઝૂમકટી આવતાં જતાં 8 કી.મી થાય છે. અને અનાજ લેવા જતા રીક્ષામાં 40 રૂપિયા ભાડું થાય છે.રેશનીંગ દુકાનના સંચાલક અનાજ વિતરણ કરતા નથી અને તેમના પુત્ર નીતિનભાઈ તેઓ અનાજનું વિતરણ કરે છ. અને કુપન પ્રમાણે વિતરણ કરવામાં આવતું નથી અને ખાનગી પરચી આપે છે. જાગૃત નાગરિક પૂરતા પ્રમાણમાં અનાજ માંગણી કરતા મનફાવે તેવા શબ્દો બોલી અપમાન કરી દબાણ આપવામાં આવે છે.

વગર લાઇસન્સ દુકાનનું સંચાલન કરનાર ઈસમ સામે કાર્યવાહી કરવા સાથે કૂપનનાં દસ રૂપિયા લેનાર સામે ગુનો દાખલ કરવા અને લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ ગેરહાજર રહેવાથી તેમનું લાઇસન્સ રદ કરવા કાર્ડ ધારકોની માંગ છે અને સાથે સાથે 5 માસથી દરેક રેશ કાર્ડ ધારકો પાસેથી 10 રૂપિયા કૂપનનાં લેવાયા છે.તે પરત આપવા આવે તેવી માંગ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, રેશનીંગની દુકાન કોઈ પણ સંચાલકને આપવામાં આવે તેમાં એમને કોઈ તકરાર કે વાંધો નથી.પણ અમારા ગામમાં સ્થાનિક લેવલે અનાજ વિતરણ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો