તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નિઝરના વેલ્દા ગામની સીમમાં અજાણ્યા વાહને બાઈકચાલકને અડફેટે લેતાં મોત

નિઝર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરીને વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો, પોલીસમાં ફરિયાદ

તાપી જિલ્લાના નિઝર તાલુકામા આવેલા વેલ્દા ગામની સીમમાં પસાર થતા નિઝર ઉચ્છલ હાઇવે પર 20 વર્ષિય યુવકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અકસ્માત કરીને વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

નંદુરબાર જિલ્લામાં આવેલ સેજવા ગામના બોરડીપાડાનાં રેહવાસી રાહુલ ફુલસિંગ વળવી (ઉ. વ.આ.20) જેઓ તેમના મિત્રની બાઇક (નંબર જી.જે. 05.જી.એલ.1456) લઈને ગત રાત્રી આશરે 9 :00 વાગ્યાના આરસામા વેલ્દા ગામ તરફ નિકળ્યા હતા. તે દરમિયાન વેલ્દા ગામની સીમમા આવેલ ડૉ. જયેશ પાટીલના ઘર સામેથી પસાર થતો ઉચ્છલ-નિઝર રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટમાં લઈ લેતા બાઇકના ચાલકને રોડની નીચે પાડી દેતા તેમના માથાના ભાગે તથાં ચહેરાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી બાઈકચાલક રાહુલનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

જે અંગે નિઝર પોલીસને જાણ થતા ઘટના સ્થળે તાત્કાલિક પોહોંચીને લાશનો કબજો લીધો હતો. જે અંગે મરણ જનારના પિતા ફુલસિંગભાઈ વળવીએ નિઝર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...