તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસની માગ:નિઝર કુકરમુંડામાં વિવિધ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ

નિઝર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા તપાસની માગ થઇ હતી. - Divya Bhaskar
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા તપાસની માગ થઇ હતી.
  • 7 દિવસમાં માહિતી આપવામાં ન આવે તો યુવક કોંગ્રેસ સમિતિ તાળાબંધી કરશે

નિઝર/ કુકરમુંડા તાલુકા મથકે આવેલા પ્રાયોજના વહીવટદાર કચેરી ખાતે વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાઈ તથા જવાબદાર અધિકારીઓ અને સતાધીશોની CBI તપાસ કરવા નિઝર કુકરમુંડા યુવક કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે.

નિઝર/કુકરમુંડા તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા નિઝર/કુકરમુંડા મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નિઝર/કુકરમુંડા તાલુકા મથકે આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રાયોજના વહીવટદારની કચેરી આવેલ છે. જેમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ આવતી હોય છે. જેમાં આદિમજુથ અને આદિવાસી લોકો માટેની યોજનાઓ આવેલી હોય છે. પરંતુ કચેરીના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા તે યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચવા દેતા નથી અને બારોબાર વિવિધ બીજી એજેંસીઓ દ્વારા ઉચાપત કરવામાં આવતું હોય છે. સરકાર આદિવાસી વિસ્તારો માટે કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ તે રૂપિયા કયા જાય છે. તે ખબર પડતી નથી. અને તે કરોડોનો વિકાસ વિકાસ કે યોજનાઓ દેખાતી નથી .

વધુમાં જણાવ્યું છે કે, હાલમાં જ સત્તાપક્ષના નેતા બીપીનભાઈ ચૌધરી આ ભ્રષ્ટાચાર માટે અધિકારીઓએ અને સત્તાધિશો આ કૌભાંડો કરતાં હોય છે. એવા આક્ષેપો કરેલ છે. પરંતુ તેની સરકાર દ્વારા કોઈ જ તપાસ થતી નથી અને માહિતી પણ આપવામાં આવતી નથી જેથી આ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય તો ઘણાબધા અધિકારી અને સત્તાધીશોના કાળાચીઠા બહાર આવે તેમ છે. જેને ધ્યાનમાં લઈ આદિવાસી લોકો જોડે અન્યાય થાય છે. અને વિકાસથી વંચિત રહી જાય છે. જેથી આ ભ્રષ્ટાચારોની CBI તપાસ થાય અને અધિકારીઓની અને સત્તાધીશોની કાળી કરતૂત બહાર આવે એવી માંગણી યુવક કોંગ્રેસ સમિતિએ કરી છે.

ગ્રામિણ વિસ્તારના લાભાર્થીઓના ફક્ત નામો માંગવી લેવામાં આવે છે. તાલીમ વગર પ્રમાણપત્ર આપવામાં આવે છે અને તાલીમના રૂપિયા એજેન્સી અને અધિકારીઓ હડપ કરી જાય છે. એવા આક્ષેપો સાથે યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા નિષ્પક્ષ તપાસ સીબીઆઇને સોંપવામાં આવે એવી માંગણી આવેદન આપી કરવામાં આવી છે.

આ માંગણીઓ કરવામાં આવી
1. પાંચ વર્ષમાં જુદી-જુદી તાલીમના નામો કરેલા રૂપિયા TSP કચેરીથી તા. પંચાયતો અને N, G.0 ને ફાળવવામાં આવ્યા તેની માહિતી આપવી.
2. છેલ્લા પાંચ વર્ષમાં કેટલી તાલીમો કરવામાં આવી અને કેટલી તાલીમો બાકી છે. તેની માહિતી આપવી.
3. યોજના અંતર્ગત તાલીમ આપેલી વ્યક્તિઓની તાલુકાવાર યાદી દિન - 7 સુધીમાં આપવી.
જો આમારી માંગણી દિન-7 સુધીમાં આપવામાં ન આવે તો 7 જુલાનાા રોજ નિઝર/કૂકરમુંડા ખાતે આવેલ TSP કચેરીને તાળા બંધી કરવી પડશે, જેની સીધી જવાબદારી સરકાર અને તંત્રની રહેશે.

અન્ય સમાચારો પણ છે...