તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સરવાળા ગામે 40 લાખના દારૂ પર બુલડોઝર ફેરવાયું

નિઝર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના નિઝર ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે અલગ- અલગ ગુનામા પકડાયેલા પ્રોહી મુદ્દામાલનો સરવાળા ગામે શનિવારે નાશ કરવામાં આવ્યો હતો. નિઝરના 2018થી 2020 સુધીનો કુલ 39,76,590 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ઉચ્છલ તાલુકામાં અલગ- અલગ ગુનામા પકડાયેલા પ્રોહી મુદ્દામાલ 2018થી 2020 સુધી રૂપિયા 19,37,623 નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં નિઝર પોલીસમાં પકડાયેલ પ્રોહી મુદ્દામાલમાં 11,979 અને ઉચ્છલ પોલીસમાં પકડાયેલ પ્રોહી મુદ્દામાલમાં 1155 બાટલી ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. આ વેળા પ્રાંત અધિકારી, એસ. ડી.પી.ઓ., ડીવાયએસપી તાપીના આર.એલ.માવાણી તથા આબકારી અધિક્ષક અને નિઝર, ઉચ્છલ પી.એસ.આઈ તથા પોલીસ હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો