તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નિઝર તાલુકાના રાયગઢ ગામના પુલ ઉપર અજાણ્યા વાહન ચાલકે મહારાષ્ટ્રના યુવકને અડફેટે લેતાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. નિઝર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ગત રોજ સાંજના પોણા સાત કલાકના અરસામાં મરણ જનાર સંજીતભાઈ ઠાકરે મોટર સાઈકલ લઈને (MH.39.M.8563) મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના કોલદા ગામે જઈ રહ્યા હોય, તે દરમિયાન ઉચ્છલ - નિઝર હાઇવે પર આવતા નિઝરના રાયગઢ ગામના પુલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક રસ્તા પર ફોંગોળાઈ જઈ બેભાન હાલતમાં નીચે પડી ગયા હતા.
યુવકને માથા તેમજ સાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર નીચે પડી ગયેલ હાલતમાં જોઈને કોઈ રાહદારીએ મદદ માટે 108ને ફોન કરીને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવીને યુવકને નિઝરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સંજીતભાઇ કાંતિલાલ ઠાકરેનું મોત નિપજ્યું હતું. જે અંગે મરણ જનારનાં મોટા ભાઈ સંજયભાઈ કાંતિલાલ ઠાકરે (ઉ. વ.આ.30) રહે ,અક્કલકુવા. તા.નવાપુર) અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.આ અકસ્માત અંગેની વધુ તપાસ નિઝર પોલીસ કરી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.