તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કારની સીટ નીચે ચોરખાનું બનાવી સંતાડેલો 28 હજારનો દારૂ ઝડપાયો

નિઝર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રથી દારૂ ભરીને ભરૂચ લઇ જતાં 2ની અટક

નંદુરબાર માંથી ગુજરાતના ભરૂચ લઇ જવાતો ઇંગ્લિસ દારૂ નિઝરના વેલદા ટાંકી પાસે નિઝર પોલીસે ઝડપી પાડ્યો.જેમાં દારૂ લઈ જતાં બે આરોપી સાથે કુલ મુદ્દામાલ રૂ. 1,03,080 ઝડપી પાડયા હતા. નિઝર તાલુકાના વેલદા ટાંકી ચાર રસ્તા પાસે બુધવારે 4.30 કલાકના અરસામાં સુઝુકી કંપની સિલ્વર કલરની વેગનર ફોરવિલ ગાડી જેમનું (GJ 06.DB.8540) જેની કિંમત રૂ 65000ની હોય. જેના પાછળ બેસવાની સીટ નીચે ચોરખાનું બનાવેલ હોય જેમાં ઈંગ્લીશ દારૂની બનાવટી વાળી બોટલ નંગ-56 જેની કિંમત 28080નો મુદ્દામાલ વગર પાસ પરમીટનો પ્રોહી મુદ્દામાલ રાખી પકડાઈ ગયા હતા તથા બંને આરોપીઓ પાસેથી ઓપો કંપનીનો મોબાઈલ જેની કિંમત 5000 તથા વિવો કંપનીનો 5000 વાળો મોબાઇલ મળી કુલ પ્રોહી મુદ્દામાલ રૂ. 103080 સાથે ભરૂચ જિલ્લામાં રહેતા ભાવેશ શાંતિલાલ ગુજજર, રાકેશભાઈ વસંતભાઇ દરજી ઝડપી પાડયા હતા. બંને આરોપી જણાવ્યું હતું કે, નંદુરબારના હીરા વાઇન શોપ માંથી ખરીદી કરી ભરૂચ લઈ જનારા હતા. તથા પ્રોહી મુદ્દામાલ ઈમરાનભાઈ મહંમદ પટેલને (રહે. રહાડ,ભરૂચ) પહોંચાડનાર હતા.

અન્ય સમાચારો પણ છે...