આત્મહત્યા:વ્યારા નગરમાં શિક્ષકના આપઘાત કેસમાં આરોપી યુવક કોર્ટ કસ્ટડીમાં

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગરમાં ગુરુવારે પત્નીના અનૈતિક સંબંધ થી ત્રાસી જઈ શિક્ષક પતિએ પિતા ના ઘરે હાથ ની નસ કાપી અને ગળે ફાંસો ખાય લઈ જીવન ટૂંકાવી દીધી હતું. જે પ્રકરણમાં પોલીસે પિતા સહિત 10 થી વધુ વ્યક્તિઓ નિવેદન નોંધ્યા હતા.

આ પ્રકરણમાં વ્યારા પીઆઇએ તપાસ હાથ ધરી હતી આજ રોજ શિક્ષક પાર્થિવ ચૌધરીએ આપઘાત કરવાની ઘટનામાં આરોપી યુવક વિરલ હરીશભાઈ ચૌધરીની અટક કરી અને વ્યારા કોર્ટ કસ્ટડી માં મોકલી આપ્યા હતા. બીજી તરફ ઘટનાની ગંભીરતા દાખવી વ્યારા પોલીસે શિક્ષકના પિતા અને પરિવારના અન્ય સભ્યો સહિતના નિવેદન નોંધ્યા હતા. અને આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...