આયોજન:વ્યારાની કેવીકે એગ્રી ક્લિનીક અને બિઝનેશ સેન્ટર પર કાર્યશાળા

વ્યારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 તાલીમાર્થીઓએ ભાગ લીધો, લાભાર્થીએ અનુભવ જણાવ્યા

તાપી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર–વ્યારા ખાતે નાબાર્ડ-સુરતના સહયોગથી એગ્રી ક્લિનીક અને એગ્રી બિઝનેશ વિષય પર જિલ્લાકક્ષાની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં તાપી જિલ્લાની બેંકોના અધિકારીઓ તથા પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચરલ, ન.કૃ.યુ. વ્યારાના છેલ્લા સત્રના વિદ્યાર્થીઓ મળીને કુલ 70 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કે.વિ.કેના વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાને આવકારી કાર્યશાળાનો હેતુ સમજાવ્યો હતો. નાબાર્ડ-સુરતના ડીડીએમ કુંતલ સુરતીએ નાબાર્ડની વિવિધ યોજનાઓની વિગતવાર છણાવટ કરી હતી.

જયારે બેંક ઓફ બરોડાના બેંક મેનેજર વિનય પટેલે બેંક દ્વારા આપવામાં આવતા ધિરાણો બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું. પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, વ્યારાના પ્રિન્સીપાલ ડૉ. એન. એમ. ચૌહાણે એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે એગ્રી ક્લીનીક અને એગ્રી બિઝનેશ સેન્ટરના અવકાશો અને તકો વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં નાબાર્ડ તથા બેંકની યોજનાનો લાભ લીધેલ લાભાર્થી એગ્રી બિઝનેશ સેન્ટર વાલોડના ખાનસિંગ ચૌધરીએ પોતાના અનુભવો જણાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...