સુવિધા:વ્યારાના તળાવ પાસે 78 લાખના ખર્ચે દીવાલનું કામ શરૂ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્યુપ્રેસર પાર્કમાં અવારનવાર ઘુસી જતાં રખડતાં ઢોરોને અટકાવવા વોલનું નિર્માણ

વ્યારા નગરપાલિકા દ્વારા નગરમાં વિવિધ વિકાસના કામોનું આયોજન કરી દેવાયું છે, જે અંતર્ગત વ્યારા નગરમાં અત્યંત મહત્વના ગણાતા બે તળાવો નજીક આવેલા ગાયત્રી મંદિર પાસેના વિસ્તારમાં એક્યુપ્રેશર પાર્ક બનાવ્યો છે, જે નગરજનો માટે ખૂબ જ ઉપયોગી બન્યું છે આ પાર્કની આજુબાજુમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો હોય તેને લઈને નગરપાલિકા દ્વારા 78 લાખના ખર્ચે બે તરફ ચેઇન દિવાલ બનાવવા આયોજન કરી આજ રોજ ખાતમૂહુર્ત કરી કરી કામગીરી ચાલુ કરાતા ટૂંક સમયમાં નગરજનોને સુવિધાનો લાભ મળશે.

વ્યારા નગરપાલિકા દ્વારા નગરના વિસ્તારોમાં આયોજન બંધ કામો કરી રહી છે. વ્યારા નગરપાલિકા બાંધકામ અધ્યક્ષ રીતેશભાઈ ઉપાધ્યાયના નેજા હેઠળ મળેલી બાંધકામ ની મીટિંગમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી મળી હતી. જેમાં વ્યારા નગરપાલિકા સહિત તાપી જિલ્લામાં માટે મહત્વના હરવા ફરવાના સ્થળ ગણાતા વ્યારાના બે તળાવો નજીક વિવિધ કામો કરાવી નગરની સુંદરતામાં વધારો કરાવી રહ્યા છે. વ્યારા નગરના ગાયત્રી મંદિર પાસે એક્યુપ્રેશર પાર્ક બનાવ્યો છે, જેમાં સવાર-સાંજ સહેલાણીઓ ફરવા ફરવા માટે આવે છે

એક્યુપ્રેશર પાર્ક આજુબાજુમાં રખડતા ઢોરો આવી જતા હોવાને પગલે પાર્ક મુલાકાત લેવા આવતા લોકોમાં મુશ્કેલી પડી રહેતી હતી. જેને લઇને નગરપાલિકા દ્વારા સુવિધા માટે એમ અને 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ગાયત્રી મંદિર પાછળ આવેલા એક્યુપ્રેશરમાં બંને તરફથી અંદાજે 400 મીટરની બે દિવાલો બનાવવાનું આયોજન કર્યું છે. આ અંગે બાંધકામ સમિતિના અધ્યક્ષ રીતેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે 14 અને 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 78 લાખના ખર્ચે બંને તરફથી દીવાલનું આયોજન સાથે કરી દેવાયુ છે.

આજરોજ હોદેદારો દ્વારા કામગીરીનું ખાતમૂહુર્ત કરી દેવાયુ છે, જેમાં નયનરમ્ય દિવાલ આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે વિવિધ મેસેજો આકર્ષણ ચિત્રોનું પણ દોરવામાં આવશે. આજરોજ વ્યારા નગરપાલિકાના વિવિધ હોદ્દેદારો દ્વારા કામગીરી નો ખાતમુરત કરી ડેટા ટૂંક સમયમાં તમામ સુવિધાઓથી સજ્જ થઈ જશે. આ વિસ્તારમાં સુંદરતાની સાથે રોનકમાં પણ વધારો થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...