તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વ્યારામાં એબીવીપી દ્વારા નારી શક્તિ દિનની ઉજવણી કરાઇ

વ્યારા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નારીશક્તિ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ મહિલાઓને સન્માનિત કરી તેમનું માર્ગદર્શન લીધું હતું. વ્યારામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા આયોજિત 19 નવેમ્બર રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ એટલે નારીશક્તિ દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં મહિલાઓનું સન્માન તથા વિદ્યાર્થી કાર્યકર્તાને માર્ગદર્શન આપ્યું હતું. એડવોકેટ સોનલબેન તથા યોગિતાબહેને નારી માટેના વિવિધ કાયદાની સમજ આપી હતી. તેમજ ડૉ. કેતકીબેન શાહ જેઓ હાલ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. અમને નારીનું શિક્ષણ ક્ષેત્રનું મહત્વ શા માટે જરૂરી છે તેની સમજ આપી હતી. ડૉ. આરતીબેન સોની જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સાયન્ટિસ્ટ છે તેમને મહિલાએ કંઈ રીતે પોતાના પગ પર ઉભા થવું એના માટે જ્ઞાન પીરસ્યું હતું, તેમજ ધારાબેન ચૌધરી જે મહિલા અને બાળ અધિકારી છે તેમને મહિલાઓ માટે સુરક્ષાના પગલાં અંગે માહિતગાર કર્યા હતા તેમજ ઇન્દુબેન જે અશિક્ષિત છે છતાં પગભર છે તથા બીજાને રોજગારી આપીને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અમને એની સમજ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો