તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મર્યાદા હટાવાઇ:સરકારી કચેરીઓ 100 % હાજરી સાથે શરૂ થતાં હવે કામકાજોમાં સરળતા થશે

વ્યારા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લામાં કોરોનાનો કહેર ઘટતા 50 ટકા સ્ટાફની મર્યાદા હટાવાઇ
  • ઓછા સ્ટાફને લીધે અટવાયેલા કામો ફરી શરૂ થતાં નાગરિકોને રાહત મળશે

તાપી જિલ્લા માં છેલ્લા કેટલાય સમય થી કોરોના ના કારણે સરકારી કચેરીઓ 50 ટકા સ્ટાફ થી ચાલતી જેના કારણે કામો માં મુશ્કેલીઓ પડતી સાથે ઓછા સ્ટાફ ના કારણે અધિકારીઓ ફિલ્ડ માં પણ સમયસર જઈ શકતા ન હતા.હાલ રાજ્ય સહિત તાપી જિલ્લા માં કોરોના ના સંક્રમણ ઘટી ગયું છે. તાપી જિલ્લામાં કોવિડ-19 સંદર્ભે જાહેરનામું તમામ પ્રકારની ખાનગી-સરકારી ઓફિસો, બેંકો 100% કર્મચારીઓ સાથે કાર્યરત રહેશે. કોવિડ-19 સંબધિત તમામ માર્ગદર્શક સુચનોનું પાલન કરવાનું માટે જણાવી દીધું હતું.

એક સમયે કોરોના મુક્ત બનેલા તાપી જિલ્લા માં હાલ કોરોના સંક્રમણ ના કેસો માં નોંધપાત્ર ઘટાડો થયો છે.તાપી જિલ્લા કોરોના ના સંક્રમણ દર્દીઓ માં ના આંકડા પણ સિંગલ લાઇન માં આવી જતા હાલ પરિસ્થિતિ કાબુ માં આવી રહી છે. કોરોના ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ પ્રવર્તમાન પરિસ્થિતિને સમિક્ષા કરતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના અન્વયે કેટલાક નિયંત્રણો દુર કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી જે મુજબ સમગ્ર જિલ્લામાં સરકારી અને અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક. સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એટીએમ સી.ડી.એમ રીપેરર્સ,સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્ચારન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસો 100 કર્મચારીઓ સાથે કાર્યરત રાખી શકાશે.

આ દરમ્યાન તમામે કોવિડ-19 સંબધિત તમામ માર્ગદર્શક સુચનોનું પાલન કરવાનું રહેશે.બીજી તરફ કોરોના સંક્રમણ ના વધે એ માટે નિયમો ના પાલન કરવા જરૂરી છે. તાપી જિલ્લાની સરકારી કચેરીઓના અટકી રહેલા કામકાજો ચાલુ થવાના કારણે જિલ્લા નાગરિકો માં રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...