તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:‘તુ કેમ મારી પત્નીને પિયર મુકી આવ્યો’ કહી પતિએ મિત્રની કાર કેરોસિન નાંખી ફૂંકી મારી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યારામાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં મિત્રને નુકસાની ભોગવવાનો વારો

વ્યારા નગર નજીક આવેલી તોરણ રેસીડેન્સીમાં રહેતા શિક્ષકની પત્નીને શિક્ષકે માર મારતા પત્નીએ શિક્ષકના મિત્રને જાણ કરી હતી. તેને પિયર મુકવા માટે જણાવતા મિત્ર ગાડીમાં ગંગાધરા ખાતે પિયર મૂકી આવ્યો હતો. જે બાબતે માઠું લાગી આવતા શિક્ષક દ્વારા મિત્રની બે ગાડીઓમાં આગ ચંપી કરીને નુકસાન કર્યું હતું. જે અંગે વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

વ્યારા નગર નજીક આવેલી મુસા રોડ પરની તોરણ રેસીડેન્સીમાં ઘર નં 142 -143 માં પાર્થિવ રમેશભાઇ ચૌધરી પત્ની રહે છે. પાર્થિવભાઈ ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત 10 તારીખે પાર્થિવ ભાઈ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાય જઈ પાર્થિવભાઈએ તેની પત્ની માર મારી દીધો હતો. જે બાબત ને લઈ પત્નીએ વ્યારાના તોરણ રેસિડેન્સી માં રહેતા પાર્થિવભાઇના મિત્ર વિરલભાઈ ચૌધરીને ફોન કર્યો હતો. અને ગંગાધરા પિયર માં મૂકી આવવા જણાવ્યું હતું. જેથી મદદ કરવા ના ઉદેશ્ય થી વિરલ ચૌધરીએ મિત્રની પત્નીને ગાડી માં બેસાડી ગંગાધરા પિયરમાં મૂકી આવ્યો હતા. જે બાબતની રીસ રાખીને 11 મી તારીખ ના રોજ પાર્થિવ ચૌધરીએ વાટિકા માં રહેતા તેના મિત્ર વિરલ ચૌધરી પાસે જઈને નાલાયક ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ તેની સાથે પ્લાસ્ટિકના બાટલામાં લઇ આવેલા કેરોસીન લાવી વિરલ ની ફોર વ્હીલ ગાડી (GJ.26A. 6597) ઉપર નાખી દીધો હતો, અને તેની દીવાસળી ચાંપી દેતા ફોરવીલ ને સળગાવી દીધી હતી. જેને લઇને અંદાજીત 1 લાખનું નુકસાન થયું હતું. આ બનાવ અંગે વિરલ ચૌધરીએ વ્યારા પોલીસ મથકે આવી પાર્થિવ ચૌધરી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી અને ગાડી સળગાવી દેવાનો ગુનો નોંધવી દીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો