તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:જ્યારે એક બેડ પણ મળવો મુશ્કેલ હતો ત્યારે કોવિડ કેર સેન્ટર ઉભું કરી 350ને સાજા કર્યા

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં સેકન્ડ વેવ દરમિયાન ઉભું કરાયેલું કોવિડ કેર સેન્ટર. - Divya Bhaskar
વ્યારામાં સેકન્ડ વેવ દરમિયાન ઉભું કરાયેલું કોવિડ કેર સેન્ટર.
  • વ્યારામાં આયુર્વેદ અને એલોપેથિકના સુમેળે અનેકને સ્વસ્થ કર્યા

વ્યારા નગરમાં ધન્વંતરી ટ્રસ્ટ સંચાલિત અને વ્યારા બારડોલી અને નવસારીના ટ્રસ્ટી દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સહાયથી વ્યારાની મધ્યમાં બનેલ કોવિડ હેલ્પ સેન્ટર આજ દિન સુધી 350 થી વધુ કોરોના ના દર્દીઓ આયુર્વેદ અને એલોપેથિક ચિકિત્સાનું અસરકારક પરિણામ મેળવી સાજા કર્યા છે. કેમ્પ માં દર્દી તેમના સ્વજનો સાથે આવી સારવાર, ઓક્સિજન, સી પેપ ,વેન્ટી પેપ, બાય પેપ વેન્ટી લઇ ત્રણ ચાર કલાક માં ઘરે જઇ સકતા.તેમજ ગંભીર દર્દી માટે ઓક્સિજન સુવિધા સાથે બાર જેટલા બેડ ની વ્યવસ્થા જમવાની સગવડ સાથે હતી.

જોકે હાલ કોરોના ના કેસો ઘટી જતા ગત રોજ થી વ્યારા નું હેલ્પ સેન્ટર ને બંધ કરાયું હતું.કોરોના મુક્ત બનેલા તાપી જિલ્લો કોરોના ની બીજી લહેર માં અત્યંત મુશ્કેલી ભર્યું બન્યું હતું.એક એક દર્દીઓ રહેવા,ઓક્સિજન સહિત તમામ બાબતો માટે વલખાં મારી રહેતા કોરોના માં દર્દીઓ ઓના જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.તાપી સહિત વ્યતા માં કોરોના ના એક દર્દી દાખલ કરવા લોખડ ના ચણા ચાવવા સમાન હતા એવા સમયે આવી કપરી પરિસ્થિતિ માં દર્દીઓ ની મુશ્કેલીઓ વધુ.

વધે એ માટે વ્યારા નગર ના ધનવંતરી ક્લિનિક આયુર્વેદિક હેલ્થ કેર એન્ડ રીસર્ચ સેન્ટર ના ડો.અતુલ દેસાઈ, કવિતા દેસાઈ ,હેમશ્રી દેસાઈ અને ઋત્વિજ દેસાઈ દ્વારા વ્યારા નગર ની વચ્ચે વિના મૂલ્યે ધન્વંતરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને વ્યારા બારડોલી અને નવસારી ના ટ્રસ્ટી દ્વારા કોવિડ કેર ચાલુ કર્યું અને ઓક્સિજન કન્સન્ટ્રેટોર ની સહાય થી વ્યારા શહેરની મધ્યમાં બનેલ કોવિડ હેલ્પ સેન્ટર થી લક્ષણ ધરાવતાં કોરોના દર્દી પર અટબુ હરિતા ફાર્માસ્યુટિકલ ની વિશ્વની સર્વ પ્રથમ સીધી સિકલ રક્તકણો ઉપર અસર કરતી આયુર્વેદિક દવા આયુ એચમ અને એક્યુપેન પર રજીસ્ટર ક્લિનિક ટ્રાયલ કરી હતી અને જેનું પરિણામ ખુબ સરસ અને અસરકારક રહ્યું હતું .

જેને લઈ આ સારવાર કેમ્પ માં માત્ર વ્યારા જ નહીં, સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ, વાપી સહિત અન્ય જિલ્લાના 350થી વધુ લોકો સારવાર કરાવી સાજા થઇ ચુક્યા છે.આ કેમ્પનું વાતાવરણ આહલાદક સંગીતમય અને યોગ સાથે હતું પરિણામે દર્દી ત્રણ થી પાંચ દિવસ માં સારો થઈ 94 વધુ -SpO2સાથે ઘરે જતો હતો.

વ્યારાના કેમ્પ માં દર્દીઓ માટે તણાવ મુક્ત માહોલ બનાવતો હતો

કોઇ એન્ટી વાઇરસ દવા વાપર્યા વિના દર્દીઓને સાજા કર્યા
આ કેમ્પમાં ડો.અતુલ દેસાઈ અને અન્ય ડૉકટરોની ટિમ દ્વારા દર્દીઓના લક્ષણ ધ્યાને રાખી દવા વાપરી હતી. જેમાં આયુ એચમ, એકુ પેન, એસિડ્સ, કોરઝોન, ઇમ્મુબોસ્ત, કાંદાની વરાળનો નાસ, તાવ માટે પરેસિતામોલ, મોંતોલુકશ ઇન્જેકશન આ કેમ્પમાં આજદિન સુધી આઇ વી તેમજ રેમીડિસિવર કે એન્ટી વાઈરસ દવા વાપરી નથી.

સરળ અને સચોટ સારવારથી અનેક દર્દીઓને નવજીવન
વર્તમાન પરિસ્થિતિ માં જિંદગી બચાવી જરૂરી છે અને તેના માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે તમે કોઈપણ ચિકિત્સા પધ્ધતિ વાપરી રુગ્ણ (દર્દી) ને એક સસ્તી - સરળ અને સચોટ સારવાર આપી એક તંદુરસ્ત જીવન આપો એ એક ડોક્ટરનું કર્મ છે . - ડો.અતુલ દેસાઈ, સિકલ સેલ સ્પેશિયલ, આયુર્વેદ

સામાન્ય રીતે દર્દીને કોરોના સંક્રમિત થયા છે ઝાંટા દર્દી એકદમ મનથી ઢીલા થઇ જતા હોય છે જેને લઇને આ કેમ્પમાં ડોક્ટર દ્વારા તણાવમુક્ત માહોલ ઊભો કર્યો હતો,કેમ્પ માં દર્દીઓ માટે દર્દી ની બર્થડે પાર્ટી ,ફુગ્ગા ફૂલાવવાની કસરત, ગીત - ભજન, ફેફસાની કસરત માટે 1થી 10 દિવસમાં પચાસ વાર બોલવા, સૂવાની પદ્ધતિ, દર ત્રણ કલાકે 30 મીટર ચાલવું, ખોરાકમાં ડેરી પ્રોડક્ટ અને કઠોળ બંધ રાખવા સાથે યોગ આનંદમય વાતાવરણ, દર કલાકે દર્દીની તપાસ, સેવા માટે કોરોના થયો હોય તેવા અને સિકલસેલના દર્દી, ડોક્ટર, નર્સ, ટેકનીશ્યન આયુર્વેદ અને એલોપેથિક ચિકિત્સાનો કોરોના પર અસરકારક પરિણામ મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...