તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વ્યારામાં 630 ગ્રામના જન્મેલું બાળક 2 મહિનાની સારવાર બાદ સ્વસ્થ

વ્યારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં 630 કિલોગ્રામ વજન ધરા� - Divya Bhaskar
વ્યારામાં 630 કિલોગ્રામ વજન ધરા�
  • તાપી જિલ્લાનો સંભવિત પ્રથમ કિસ્સો, જોડીયા બાળકો પૈકી એકનું વજન 1.6 કિલો હતુ

વ્યારાના મોટીચીખલીના એક દંપતીને જોડ્યા બાળક આવ્યા હતા. પરંતુ જન્મ સાથે એક બાળક માત્ર 630 ગ્રામ વજન ધરાવતા હોવાથી મુશ્કેલીઓ વધી હતી. તેવા સમયે તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી મોદી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સરકારી બાલસખા યોજના 3 હેઠળ સારવાર માટે આવેલા 630 ગ્રામના બાળકને બે મહિના સુધી ડોક્ટરો દ્વારા સતત કાળજી રાખી યોગ્ય ટ્રીટમેન્ટ સાથે સારવાર કરાવવી બાળકને સંપૂર્ણ સ્વસ્થ કરી દેવાતા તાપી જિલ્લામાં સંભવિત પ્રથમ કિસ્સો છે.

મોટી ચીખલી ખાતે સાગરભાઈ ગામીત અને તેમની પત્ની પુનમ સાગરભાઈ ગામિત રહે છે. પૂનમ બેન દ્વારા ગત વર્ષે સગર્ભા અવસ્થા ધારણ કરી હતી. જે બાદ તેમની પ્રસૂતિ 02/02/2021ના રોજ વિશ્વા હોસ્પિટલ, વ્યારા ખાતે થઇ હતી. પ્રસૂતિ અધૂરા મહિને થઈ હોઈ અને માતાની પ્રસૂતિ પછી જન્મેલા બાળકો જુડવા હોય જેમાં એક બાળકનું વજન માત્ર 630 ગ્રામ હતું અને એક બાળકનું વજન 1.6 કિલો હતું. બાળકોને વ્યારા ચિલ્ડ્રન હોસ્પિટલ અને ક્રીટીકલ કેર સેન્ટરમાં સરકારની બાલ સખા 3 નામની યોજના હેઠળ સારવાર માટે દાખલ કરાયા હતા.

નવજાત શિશુના નિષ્ણાત ડો. કિંશુક મોદી અને ડો.અમિત પટેલ અને ડો. પરિમલા ગામીત અને તેમની ટીમ દ્વારા બાળકોને જરૂરી તમામ સારવાર કરવામાં આવી હતી. બાળકની સારવાર પછી બાળકનું વજન 630 ગ્રામ વજનથી વધીને 1.2 કિલો જેટલું વધેલ હતું તથા અન્ય તમામ તબીબી પેરામીટરો બરાબર થઇ ગયેલ હોઈ તેથી બાળકની ઘનિષ્ઠ સારવાર ના 59 દિવસ (બે મહિના) પછી બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સરકારી યોજનાના પગલે પરિવારના લાખો રૂપિયા બચ્યા
વ્યારા ખાતે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સરકારની બાલસખા – 3 નામની યોજનામાં હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે થઇ છે. આવી સારવારનો મોટા શહેરોમાં અંદાજિત ખર્ચઓછામાં ઓછો 2.50 લાખથી 3. લાખ સુધી થતો હોય છે. હાલ બન્ને બાળકોની ઉમર 4 મહિના છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...