તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોજના મંજૂર:તાપી જિલ્લાનાં 36 ગામમાં 2031 લાખના ખર્ચે પાણી યોજના મંજૂર

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વાસ્મો-તાપીની બેઠક

વ્યારામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો-તાપીની બેઠક જિલ્લા સમાહર્તા એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાની ઉપસ્થિતિમાં આજરોજ જિલ્લા સેવા સદન સભાખંડમાં યોજાઈ હતી.

તાપી જિલ્લા સમાહર્તા એચ.કે.વઢવાણિયાએ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોની ટીમને જણાવ્યું હતું કે વરસાદનો સમય હોય શક્ય એટલી વહેલી તકે પીવાના પાણીની યોજનાઓ સમયસર પૂર્ણ કરવી. આંગણવાડીઓ,શાળાઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર સૌથી પહેલા પાણી પુરવઠો મળી જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે પી.એચ.સી. અને સી.એચ.સી. અને વેલનેશ સેન્ટરો ઉપર પાણીની સારી સુવિધા મળી રહે તે માટે ડોકટરો પાસેથી વિગતો મંગાવી વાસ્મોની ટીમને સત્વરે જાણ કરવા સૂચન કર્યું હતું.

વાસ્મોના યુનિટ મેનેજર જી.એમ.સોનકેસરીયાએ જિલ્લાની પાણી પુરવઠાની યોજનાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્વજલધારા, એન.આર.ડી.ડબલ્યુ.પી, ઓગ્મેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા ટ્રાયબલ સબ પ્લાન કાર્યક્રમ અંતર્ગત 36ગામોની અંદાજિત રૂ. 2031 લાખના ખર્ચે 8824નવા ઘર જોડાણ તેમજ 4032 રીપેરીંગ ઘર જોડાણ સાથેની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 16641 લાખની 871 યોજનાઓ મંજૂર કરવામાં આવેલ છે.

જે પૈકી 564 યોજનાઓ પૂર્ણ છે. 82 યોજનાઓ ભૌતિક રીતે પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે તથા 144 યોજનાઓના કામો પ્રગતિમાં છે. તેમજ જિલ્લાની 456 આંગણવાડીમાં તથા 95 પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવ્યુ હતુ. ઉલ્લીખનીયા છે કે, તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં 1672051 ઘર નળ જોડાણ પૂર્ણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...