તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો વેડફાટ:નિઝર જૂથ પાણી યોજનાની પાઇપ જર્જરિત હોવાથી ઠેરઠેર લિકેજ થતાં પાણીનો વેડફાટ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ પાઈપ લાઈનમાં થયેલા લિકેજ બંધ કરાવા અંગે તકેદારી લે તેવી માંગ

તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકામાં પાણી પુરવઠા દ્વારા જૂની પાઇપલાઇન બરાબર ન કરતા તેમાં પાણી લિકેજ થવાની સમસ્યા વધી ગઈ છે. નિઝરમાં આવેલા દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના 1994થી શરૂ કરવામા આવી છે આ યોજના આશરે 25થી વધુ વર્ષ થતા પાઈપ લાઈન જર્જિત થઈ છે જેના લીધે પાઈપ લાઈનમાં ઠેરઠેર લિકેજ થઈ રહ્યા છે.

દક્ષિણ નિઝર જુથ પાણી પુરવઠા યોજના નિઝર તાલુકાના વેલ્દા ખાતે બનાવામાં આવી છે. આ પાણી પુરવઠા યોજના અંતર્ગત નિઝર તાલુકાના મોટા ભાગના ગામોના લોકોને પીવા તેમજ ઘર વપરાશ અને પશુઓ માટે પુરતા પ્રમાણમા પાણી મળી રહે. તે હેતુથી પાણી પુરવઠા યોજના બનાવામાં આવી છે. પરંતુ મેન પાઈપ લાઈનમાં ઠેરઠેર ભંગાણ પડતા મોટા પાયે પાણીનું બગાડ થઈ રહ્યો છે. નિઝર જૂથ પાણી પુરવઠા યોજના ગામડાઓના લોકોને સમય સર અને પુરતા પ્રમાણમા પીવાનુ પાણી મળે રહે તે માટે સરકારશ્રી દ્વારા કોરોડોના ખર્ચે પાણી પુરવઠા યોજના બનાવામાં આવેલ છે.

પણ ગામડામા પાણી સપ્લાયની મેન પાઇપ લાઈનમાં મોટા મોટા ભંગાણ થતા લાખો લિટર પાણી ખેતરોમા વેડફાય રહ્યુ છે. જેથી ગામડા લોકોને સમયસર અને પુરતા પ્રમાણમા પાણી મળતુ નથી. પાઈપ લાઈનમાં લિકેજ થતાં પાણી પુરવઠાના કર્મચારી દ્વારા લિકેજો બનાવીને ખાડાઓનું પુરાણ નહી કરતા ફરી પાઈપ લાઈનમા લિકેજ થવાથી ખાડામાં પાણી ભરાય રહે છે અને ખાડામાં ભરાયેલું પાણી ગંદુ થઈ જાય છે, જ્યારે પાઈપ લાઈનમાં પાણી છોડવામાં આવે છે એજ પાણી ગામડા લોકોને પહોંચતુ હોય છે. જે ગંદા પાણી દ્વારા ગામડાના લોકોમા પાણી જન્ય જીવલેણ રોગ ફાટી નિકળવાનો ભય લોકોમા લાગી રહ્યો છે.

બીજી તરફ પાણી પુરવઠાની પાઇપ લાઈનમા લિકેજનું પાણી ખેડૂતોના ખેતરોમાં જતાં ખેડૂતોને પાકોની વાવણી કરવા માટે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. જેથી પાણી પુરવઠા યોજનાના જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન આપી પાઈપ લાઈનનું તાત્કાલિક ધોરણે સમારકામ કરી લિકેજ બંધ કરે તે જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...