તંત્ર નિદ્રાંધિન:વ્યારા પાલિકા વિસ્તારમાં વોર્ડ નં. 6માં દબાણ દૂર કરવા વ્હાલાદવલાની નીતિ

વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 ફુટના ડીપી રોડમાં દબાણો હટાવવાની કોઇ કાર્યવાહી નજરે પડતી નથી

વ્યારા નગરમાં વોર્ડ ન. 6 માં દબાણ દૂર કરવા વ્હાલા દવલાની નીતિ ચર્ચાનો વિષય બની છે. વ્યારાનાં આમલિયા ગ્રાઉન્ડનું રોડ માર્જિન પરનું દબાણ દૂર કરવા કલેક્ટર દ્વારા પાલિકાને વારંવાર નોટીસ આપી રહી છે. પણ પાલિકાને ગરીબોના દબાણને ખસેડવામાં જ રસ હોય તેમ આમલિયા ગ્રાઉંડનું રોડ માર્જિન પરનું દબાણ દુર કરવાને બદલે ભોઈવાડનાં ટાંકી ફળિયામાં ગરીબનાં ઘરનાં પતરાનું દબાણ દૂર કરવા પાલિકાની ટીમ પહોંચી ગઈ હતી. વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં પાલિકાની દબાણ હટાવવાની કામગીરી બાબતે આજે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. એક તરફ વોર્ડ નંબર છ માં એક દબાણ દૂર કર્યુ હતુ.

જ્યારે બીજા દબાણને દૂર ન કરાતા ભારે આક્રોશ વ્યાપી રહ્યો હતો. વ્યારા પાલિકામાં વર્ષોથી વિવાદમાં રહેલું આમલિયા ગ્રાઉંડને અડીને 40 ફુટના ડીપી રોડમાં કેબીનો તથા અન્ય દબાણો હટાવવાની કાર્યવાહી નજરે પડતી નથી. રોડ પરનું દબાણ ગુરૂવારે દૂર કરવાની બાંહેધરી આપતા ગરીબ વ્યક્તિએ દબાણ સ્વૈચ્છિક દૂર કરી પાલિકાનાં દબાણ દૂર કરવા આવેલ કર્મચારીઓને બોધપાઠ આપ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, કલેકટરએ આમલિયા ગ્રાઉંડનું રોડ માર્જીનનું દબાણ દુર કરવા આપેલ નોટીસ બાબતે પાલિકા નક્કર પગલા ભરતી નથી.

બે દિવસ પેહલા ટીપી રોડના દબાણ બાબતે આવેદન આપવા છતાં કાર્યવાહી હાથ ન ધરાઈ જે ચર્ચાનો વિષય બન્યો હતો. કોઇ તપાસ કે ખુલાસો મેળવતા હોય તેમ લાગતુ નથી, કારણ કે જો તેમ હોત તો આજે પાલિકાએ સર્વપ્રથમ ભોઈવાડનું દબાણ દૂર કરવાને બદલે આમલિયાનું રોડ માર્જીનનું દબાણ દૂર કરવા લેખિત અને મૌખિક અને લેખિત ફરિયાદો કરવા છતાં દબાણ દૂર કરાયું નથી.

ટીપી રોડ દબાણ માટે 7 વખત નોટિસ આપી
વ્યારાના વોર્ડ ન 6 પાલિકાની દબાણ બાબતે બે ધારી નીતિ અપનાવી રહી છે. એક અનધિકૃત બાંધકામ આજે તોડી નાખ્યું છે. ત્યારે વોર્ડ નં 6 માં ટીપી રોડ દબાણ માટે 7 વખત નોટિસ આપી છે. તેમ છતાં દબાણ દૂર કેમ નથી કરતા ? - દિલીપભાઈ જાદવ, વિરોધપક્ષ નેતા

અન્ય સમાચારો પણ છે...