તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વ્યારાના વોર્ડ નં. 5માં ઓછા પ્રેશરથી પાણી આવતા પાલિકા કચેરી પર હલ્લો

વ્યારા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ બાબતે જોવડાવી લેવાની બાંહેધરી આપતા મહિલાઓ ઘરે પરત ફરી

વ્યારા વોર્ડ નં 5માં ઈસ્માલમપુરા, વેગી, દાદરીફળીયા, શંકર ફળિયામાં પાલિકા દ્વારા ઓછા દબાણથી પાણી પૂરું પાડતા તંગી વર્તાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં નળોમાં બિલકુલ પાણી ન આવતા ઘરોમાં હાલત કફોડી જાય છે. સ્લમ વિસ્તાર હોવાથી નાણાં ખર્ચી પાણી પણ મેળવી શકતા નથી. બે દિવસથી પાણી ન આવતાં મુશ્કેલી પડતા સ્થાનિક આગેવાન રાજુભાઈ જાદવ અને મહિલાઓ ખાલી બેડાઓ લઈને પાલિકા પર પહોંચી હતી. નગરપાલિકા દ્વારા જોવડાવી લેવાની બાંહેધરી આપતા મહિલાઓ ઘરે પરત ફરી હતી.

ચૂંટણી બાદ કામ કરવાનું ઓછુ કરી દીધુ
ચૂંટણી બાદ નગરપાલિકા આ વિસ્તારમાં કામ કરવાનું ઓછું કરી દીધું છે. હાલ ઓછા પ્રેશરથી પાણી આવીતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઇ રહી છે. આજરોજ નગરપાલિકામાં રજૂઆત કરતા પાણી પૂરતા પ્રેશરથી આવી રહ્યું છે. > રાજુ જાદવ, સ્થાનિક આગેવાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો