ધરપકડ:વાલોડ પાસે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયો, આરોપી એક વર્ષથી વોન્ટેડ હતો

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા એસ.ઓ.જી ની ટિમ વાલોડ વિસ્તારમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે ભીલાડ પોલીસ મથકના દારૂના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ફરી રહ્યો છે જે આધારે આરોપીની અટક કરી તને સ્થાનિક પોલીસ ને સોંપી દેવાયો હતો.

તાપી જીલ્લાનાં નાસતા ફરતા તથા વોન્ટેડ સુચના માપેલ હોય જે આધારે એસ ઓ જી પી.આઈ એચ.સી.ગોહિલ તાપીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અનાર્મ હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ . તથ પો.કો. વિપુલભાઇ રમણભાઇ પો.કો.દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડ નાઓ સાથે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન પો. કો. દિગ્વિજયસિંહ કાદરસિંહનાઓને મળેલ બાતમી હકીકત આધારે વલસાડ જીલ્લાનાં ભીલાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ કલમ મુજબના ગુનાના છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રશાંત ઉર્ફે પીન્ટ ધીરૂભાઇ પટેલ ઉ.વ .27 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી વાલોડ પુલ ફળીયા સરકારી દવાખાનાની સામે તા.વાલોડ જી.તાપીને પકડી પાડ્યો હતો અને તેને પોલીસ મથકે સોંપી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...