તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વ્યારાનું શ્રીરામ તળાવ જાળવણીના અભાવે બની ગયું ઘાસનું મેદાન

વ્યારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં આવેલું શ્રી રામ તળાવ બન્યું ઘાસનું મેદાન. - Divya Bhaskar
વ્યારામાં આવેલું શ્રી રામ તળાવ બન્યું ઘાસનું મેદાન.
  • સરકારી ગાઇડલાઇન અનુસાર બે મહિના પહેલાં જ બાગ ખુલ્યો છે
  • તળાવમાં સાફ સફાઇનો અભાવ તેમજ ઘાસચારો દૂર કરાયો નથી

વ્યારા નગર ખાતે આવેલા શ્રીરામ તળાવમાં સાફ સફાઇના અભાવે તેમજ ઘાસચારો દૂર ન કરાતાં તળાવની મુલાકાતે આવતા મુલાકાતીઓમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. બાગમાં ઠેર ઠેર ઊગી નીકળેલા ઘાસચારાની સાફ સફાઈ ન કરાવતા રસ્તે ચાલતાં લોકોમાં મુશ્કેલી વધી ગઈ છે. શ્રીરામ તળાવની મુલાકાત લેવા આવતા લોકો નગરપાલિકાની બેદરકારી બાબતે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સરકાર દ્વારા કોરોના દરમિયાન વ્યારા નગરના વિવિધ બાગ-બગીચાઓ પ્રજાજનો માટે બંધ કરી દેવાયા હતા પરંતુ બે મહિના પહેલા ગાઈડલાઈનમાં બાગ બગીચાઓ ખોલવાની છૂટ અપાઈ હતી.

જેને લઇને વ્યારા નગરના તમામ બાગ બગીચાને પ્રજાજનો માટે ખોલી દેવાયા હતા. વ્યારા નગરમાં બગીચા ખોલાયાને પણ બે મહિના થઇ જવા છતાં તેની જરૂરિયાત મુજબ સાફ-સફાઈ ન થતા બાગની અંદર આવેલા વિવિધ ગાર્ડનમાં બે ફૂટ જેટલું ઘાસનો સામ્રાજ્ય છવાઈ ગયું છે. જ્યારે સહેલાણીઓ માટે બનાવેલો વૉક વે પર ઘાસ આવી જતા બાગની મુલાકાત અને ચાલવા માટે આવતા સહેલાણીઓને મુશ્કેલી વધી રહી છે. નગરપાલિકા દ્વારા બાગની મુલાકાત માટે મુલાકાતીઓ માટે ચાર્જ લેવાય છે.

ત્યારે સહેલાણીઓને તે બાબતે પૂરતી સુવિધા ન અપાતા ભારે રોષ વ્યાપી રહ્યો છે વ્યારા નગરપાલિકા દ્વારા તાકિદે નગરની શોભા વધારતા શ્રીરામ તળાવની અંદર સાફ-સફાઈ કરાવે તેમજ અંદર ઊગેલા ઘાસને દૂર કરાવે તેવી માંગ ઉઠી છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈના ખર્ચ ચોપડે બોલવાય છે. ત્યારે નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બાગ-બગીચામાં મુલાકાત લે છે. સાફ સફાઈ બાબતોને પણ ગંભીરતા દાખવવી જરૂરી છે.

લાઈટ અને સાયકલ પણ ખખડધજ બની રહી છે
વ્યારા નગરપાલિકાના શ્રીરામ તળાવમાં મૂકવામાં આવી લાઈટ હાલ ધીમે ધીમે ખખડધજ બની રહી છે ત્યારે લાઈટ બાબતે પણ પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરાવી જરૂરી મેન્ટેનન્સ કરાવે એ જરૂરી છે. સાયકલ પણ બની ખખડધજ નગરપાલિકા દ્વારા શ્રીરામ આવતા મુલાકાતીઓ માટે સાઇકલનો બનાવ્યો હતો અને વિવિધ સાયકલ મુલાકાતીઓ માટે મૂકવામાં આવી હતી. હાલ તમામ સાયકલ શોભાના ગાંઠિયા બની જતા સાઈકલનો ખર્ચો પણ માથે પડ્યો હોય એવું નગરજનોને લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...