કાર્યવાહી:વ્યારાની સગીરાને લગ્નની લાલચે દુષ્કર્મ આચરતો યુવક જેલ ભેગો

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્કૂલમાં ગયા બાદ સગીરા ગુમ હતી, આરોપીના ઘરેથી મળી

વ્યારા રહેતી એક સગીરા ગત 6 સપ્ટેમ્બરના તારીખે પિતા સગીરાને સ્કૂલે મૂકવા ગયા હતા. જે બાદ સગીરાને ઘરે પરત ફરી ન હતી. પિતાએ વ્યારા પોલીસ મથકે સગીરાના અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. વ્યારામાં રહેતી એક 16 વર્ષીય સગીરા જે વ્યારા ટાઉનમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. 06 સપ્ટેમ્બરના રોજ સગીર વયની દીકરીને તેના પિતા સ્કૂલ મુકવા ગયા હતા અને સ્કૂલના ગેટ ઉપર ઉતારી આવ્યા હતા જે બાદ શાળા છુટ્યા બાદ સગીરા પરત ઘરે ન આવી હતી.

જેને લઈ પિતાએ વિવિધ સ્થળે તપાસ હાથ ધરતા સગીરાનો કોઈ પતો લાગ્યો ન હતો. બીજી તરફ પિતાએ વ્યારા પોલીસ મથકે આવી સગીરા ના અપહરણ થયાની ફરિયાદ નોંધાવી દેતા વ્યારા પીઆઇ રાકેશ પટેલએ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સગીરા વિપુલકુમાર જયેશભાઇ ગામીત ઉ.વ. 20 રહે. અંબાચ ગામ, સડક ફળીયુ તા. વાલોડ જી. તાપીના ઘરેથી મળી આવી હતી. યુવક દ્વારા સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવી પોતાના ઘરે લઇ જઇ તેની મરજી વિરુધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચરેલ હતું. પોલીસ દ્વારા વિપુલકુમાર જયેશભાઇ ગામીતની અટકાયત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...