તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:વ્યારાના રૂતિષ બરડેની દિલ્હી ખો ખો સુપર લિગમાં પસંદગી

વ્યારા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2016માં ડી. એલ. એસ. એસ. શાળામાં પસંદગી, હાલમાં સી.ઓ.ઈ ખેલાડી છે

તાજેતરમાં દિલ્હી ખાતે યોજાનાર અલ્ટીમેટ ખો - ખો સુપર લીગમાં વ્યારાના જે. બી. એન્ડ એસ. એ. શાળાના વિદ્યાર્થી રૂતિષ બરડેની પસંદગી થતા વ્યારા સહિત તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરત ખાતે રમાયેલી 39મી જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમમાં તાપી જિલ્લાના ત્રણ ખેલાડીઓએ પ્રતિનિધીત્વ કર્યું હતું, જેમાં રૂતિષ બરડે દ્વારા જુનિયર નેશનલમાં સારા પ્રદર્શનના આધારે તેમનું સિલેક્સન નેશનલ કેમ્પ માટે થયું છે. જે તા. 17/01/2021થી 16/02/2021 સુધી દિલ્હી મુકામે યોજાનાર છે. જેમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધીત્વ કરશે.

સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે ખેલાડીઓની પસંદગી થયેલ હતી. જેમાંથી એક જે. બી.એન્ડ એસ. એ. હાઈસ્કૂલ , વ્યારાના રૂતિષ બરડે પસંદગી પામ્યા છે. ર.ફ.દાબુ કેળવણી મંડળ દ્વારા ખેલાડી તથા કોચશ્રી સુનિલભાઈ મિસ્ત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બરડે રૂતિષ વર્ષ 2016માં ડી. એલ. એસ. એસ. શાળામાં પસંદગી થઈ હતી. તેઓ હાલમાં સી.ઓ.ઈ (COE) ખેલાડી છે. વ્યારાની જે. બી. એન્ડ એસ. એ. શાળામાં ધોરણ-12 માં અભ્યાસ કરે છે. તેમની સવાર સાંજની ટ્રેનિંગ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના કેમ્પસમાં ચાલે છે. રૂતિષએ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાએ સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેમણે રાજ્યકક્ષાએ -10 જેટલા મેડલ અને રાષ્ટ્રીયકક્ષાએ 7 ટુર્નામેન્ટમાં ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધીત્વ કરી તાપી જિલ્લાને ગૌરવ અપાવેલ છે.

વ્યારા જે બી એન એસ એસ શાળામાં અભ્યાસ કરતા રુતિશ બરડેની રમતના કારણે વિવિધ મેડલ મળ્યા છે જેમાં રાજ્યકક્ષાની સ્કૂલ ગેમમાં છ મેડલ મળ્યા હતા અને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં સાત વાર ભાગ લીધો હતો અને રાજ્યકક્ષાની ખેલ મહાકુંભમાં ચાર મેડલ મેળવી શાળા તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો