તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સંક્રમણ વધતાં વ્યારાના બાગ-બગીચા જીમ અને સ્વિમિંગ પુલ 10 દિવસ બંધ

વ્યારા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દુકાનો પણ સવારે 9થી 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય

વ્યારા નગર ખાતે કોરોના સંક્રમણ વધી રહ્યા હોવાને પગલે ચિંતાનો વિષય બની ગયો છે. રવિવારે વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણા, ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ તેમજ વ્યારા વેપારી એસો એ સર્કિટ હાઉસ વ્યારા ખાતે એક બેઠક યોજી હતી.જેમાં 10 દિવસ માટે વ્યારા પાલિકા દ્વારા બાગ અને સ્વિમિંગપુલ અને જિમખાનું બંધ કરી દીધું હતું.બીજી તરફ વેપારીઓ દ્વારા સ્વેચ્છિક 10 દિવસ માટે સવારે 09થી 02 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા માટે જણાવ્યું હતું. વ્યારામાં કોરોના સંક્રમણને અટકવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને બિન જરૂરી બહાર નીકળવાનું ટાળવા જણાવ્યું હતું.

ગુજરાત સહિત તાપી જિલ્લામાં કોરોના મહામારી વધતી રહી છે. તાપી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ દર્દીઓની સંખ્યા 1000 ને પાર કરી ગયો જેને લઇને ચિંતાનો વિષય બની ગયો છે. તાપી જિલ્લાના મહત્વનું ગણાતું વ્યારા પંથક કોરોના સંક્રમિત બની રહ્યું છે. જેને લઇને સ્થાનિકો અને આરોગ્ય તંત્ર માટે ચિંતાજનક બની ગયું છે. વ્યારા નગરમાં મોટાભાગે લોકો લક્ષ્મણ નજરે પડતા સ્વૈચ્છિક હોમકવરોન્ટાઇન થઈ રહ્યા છે. વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણા તેમજ પાટીદારો દ્વારા વ્યારા નગરપાલિકાના તમામ બાગ-બગીચાઓ જે માંજલ વાટિકા શ્રીરામ તળાવ સહિતના નાના-મોટા તમામ તળાવોને તેમજ વ્યારા નગરપાલિકાના સ્વિમિંગ પૂલ અને જીમખાના ને દસ દિવસ માટે બંધ કરી દેવાનો સૂચન કરી દેવાયો હતો. બેઠકમાં ઉપસ્થિત વ્યાપારી મંડળમાં ઉપસ્થિત ભાવેશભાઈ શાહ મંત્રી તેમજ વિવિધ વેપારી મંડળ આગેવાનો દ્વારા જનોના હિતમાં સ્વેચ્છિક લોકડાઉન ની વાતો કરી હતી જેમાં વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક રીતે સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખશે ત્યારબાદ દુકાનો બંધ કરી દેશે.જેને લઈ બપોર બાદ વ્યારા નગરમાં ભીડભાડ ઓછી થશે.વેપારી ઓ દ્વારા સ્વૈચ્છિક બપોર બાદ લોકડાઉન નું સરાહનીય પગલું ભર્યું છે.

કોરોના સરકારી આંકડાથી વધુ હોવાની ચર્ચા
વ્યારા આરોગ્ય વિભાગ પાસે જાણવા મુજબ આજ દિન સુધીમાં વ્યારા નગરમાં કુલ 256 જેટલા કોરોના દર્દીઓ નોંધાયા છે તેમજ છેલ્લા ત્રણ મહિનામાં વ્યારા નગરમાં 32 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આંકડાઓ ભલે સરકારી ચોપડા પર ઓછા નોંધાયા છે પરંતુ વ્યારા નગર ની વાસ્તવિકતા પ્રમાણે વ્યારા નગરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી ગયું હોય લોકોને ને કોરોનાના લક્ષણો નજરે પડે તો તાત્કાલિક જ ઘરે હોમ કવૉરોન્ટઇન થઈ જાય છે.અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાવી દે છે. જેના કારણે આંકડાઓ સરકાર ચોપડે મળી શકતા નથી.પરંતુ કોરોના ને કારણે ઘણી મુશ્કેલી વધી ગઈ છે.એ વાત નકારી શકાય એમ નથી.

લોકહિતમાં નિર્ણય
સ્વિમિંગ પૂલ અને જીમખાનાને દસ દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે.જ્યારે બેઠક વેપારી એસો મંડળ દ્વારા 10 દિવસ માટે નગરજનોના હિતમાં દુકાનો સવારે 9થી 2 સુધી ખુલ્લી રાખવા નિર્ણય કર્યો હતો. > સેજલ રાણા, વ્યારા પાલિકા પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો