સિદ્ધિ:વ્યારાનો અમિતસિંહ વોલિબોલની ચેન્નઈ લીગમાં

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 5મી ફેબ્રુઆરીથી આ લીગમાં અમિતસિંહ ચેન્નઈની ટીમ વતી રમશે

આગામી 5મી ફેબ્રુઆરીથી વોલિબોલની લીગની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વોલિબોલની ચેન્નઈ લીગમાં વ્યારાના ખેલાડીની પસંદગી થઈ છે. જેથી ખેલાડી અમિતસિંહ તનવર પરિવારની સાથે સાથે તેને કોચિંગ આપનારા અને અમિતસિંહ જે શાળામાં ભણ્યો ત્યાં સહિત સમગ્ર વ્યારામાં ખુશી અને તાપી જિલ્લા માં ગૌરવની લાગણી અનુભવાઈ રહી છે.વ્યારા નગરમાં રહેતા કપ્તાનસિંહ તનવર તેમના ત્રણ પુત્રો અને પત્ની પરિવાર સાથે રહે છે. તેમના સૌથી મોટા પુત્ર અમિતસિંહને નાનપણથી વોલીબોલ રમત પ્રત્યે આકર્ષણ હતું.

જેની અથાગ મહેનતનું ફળ મળ્યું હતું. વોલીબોલ ચેન્નઈની ટીમમાં સ્થાન પામનારા અમિતસિંહ કપ્તાનસિંહ તનવરે વોલિબોલ રમવાની શરૂઆત કે.બી.પટેલ ઈંગ્લિશ મીડિયમ શાળામાંથી સ્પોર્ટસ કોચ ગૌરાંગ ચૌધરીના માર્ગદર્શનમાં કરી હતી.ત્યારબાદ સંજય કોસાડાના માર્ગદર્શમાં અમિતસિંહની વોલિબોલ સ્કિલ પોલિશ્ડ થઈ હતી સાથે જ ભારતીય ટીમ વતી વોલિબોલ રમવાની પ્રેરણા અપાઈ હતી. વર્ષ 2011થી સિનિયર ઈન્ડિયન મેન્સ વોલિબોલટ ટીમના હેડ કોચ ચંદેરસિંહની અધ્યક્ષતામાં તાલિમ મેળવવાની સાથે પ્રથમ વાર બેંગ્લોર કેમ્પમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો.

ત્યારબાદ 12મી વોલિબોલ ટુર્નામેન્ટ જે કેલિબિયા-ટ્યુનિશિયા ( ઉત્તર આફ્રિકા)માં પ્રથમવાર ભારતની જુનિયર વોલિબોલ ટીમને રજૂ કરવામાં આવી હતી.ત્યારબાદ 19 પ્લેયર સાથે જુનિયર વર્લ્ડ ચેમ્પિયન શીપની ફાઈનલમાં ભાગ લીધો હતો. વર્ષ 2015માં મ્યાન્મારમાં અંડર 23 ઈન્ડિયન વોલિબોલ મેન્સ ટીમને પ્રથમવાર અંડર-23 એશિયન ચેમ્પિયનશીપનો હિસ્સો બન્યો હતો.2015ના વર્ષમાં જ સ્પોર્ટસ ક્વોટા અંતર્ગત ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી ગઈ હતી.

ગત 14મી ડિસેમ્બરના રોજ કોચી ખાતે યોજાયેલી ફર્સ્ટ સિઝન પ્રાઈમ વોલિબોલ લિગ ઓક્શનમાં 7 ફ્રેન્ચાઈઝી ટીમએ ભાગ લીધો હતો. જેમાં કોલકાત્તા, બેંગ્લોર, કાલિક્ટ, કોચ્ચી, અમદાવાદ, હૈદરાબાદ અને ચેન્નઈનો સમાવેશ થયો હતો. જેમાં ચેન્નઈની ટીમે વતી અમિતસિંહની પસંદગી કરાઈ હતી. જેથી આગામી 5મી ફેબ્રુઆરીથી આ લીગમાં અમિતસિંહ ચેન્નઈની ટીમ વતી રમતો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...