મન્ડે પોઝિટિવ:વ્યારાને 11 મહીનામાં મળી જશે 1.36 કરોડનું અદ્યતન ફાયર સ્ટેશન

વ્યારા5 મહિનો પહેલાલેખક: સંદિપસિંહ ગોડાદરિયા
  • કૉપી લિંક
વ્યારા નગરમાં બની રહેલ ફાયર સ્ટેશન અને લે આઉટ પ્લાન. - Divya Bhaskar
વ્યારા નગરમાં બની રહેલ ફાયર સ્ટેશન અને લે આઉટ પ્લાન.
  • આકસ્મિક લાગતી આગ પર ત્વરિત કાબૂ મેળવવા વ્યારામાં નવા ફાયર સ્ટેશનનું કામ પુરજોશમાં શરૂ

વ્યારા નગરપાલિકાએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોજેક્ટો શરૂ કર્યા છે. વ્યારા નગરપાલિકાની ફાયરની ટીમ આખા જિલ્લામાં કામ કરે છે. પરંતુ સુવિધાનો અભાવ હતો. આખર નગરપાલિકાએ 1.36 કરોડના ખર્ચે વ્યારામાં 2 લાખ લિટર પાણીની સ્ટોરેજ કેપેસિટી સાથે આધુનિક ફાયર સ્ટેશન નિર્માણનું કામ શરૂ કર્યું છે. આગ સહિત આકસ્મિક સમયે ફાયરની ટિમ એક જ સ્થળે તૈનાત રહી કામગીરી આ સુવિધાથી કરી શકશે.

તાપી જિલ્લામાં સાત તાલુકા આવેલા છે.જેમાં વ્યારાના ફાયર વિભાગની ટીમ કામગીરી કરે છે. નગરપાલિકાએ ભવિષ્યના આગ સહિત આકસ્મિક ઘટનાઓ માટે મહત્વની ભૂમિકા ભજવતા ફાયર વિભાગ માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. વ્યારા નગરના ખટારી ફળિયા ખાતે 6250 સ્ક્વેર ફીટમાં એક આધુનિક ફાયર સ્ટેશનના નિર્માણનું કાર્ય ચાલુ કરી દેવાયું છે.

ગ્રાઉન્ડ ફ્લોર અને ફસ્ટ ફ્લોરના ફાયર સ્ટેશનમાં અંડર ગ્રાઉન્ડ 2 લાખ લીટર પાણીની સ્ટોરેજ કેપેસિટી તેમજ સિક્યુરિટી કેબિન સાઇટ મેન્ટેનન્સ વિભાગ અને ફાયરના સ્ટાફને રહેવા માટેનો 6 ફલેટ ફાયર સ્ટેશનના સ્થળે સુવિધા ઊભી કરવામાં આવશે. અત્યાર સુધી સુવિધાનો અભાવ હતો. ફાયરના વાહનોના પાર્ક કરવાથી લઈ અન્ય સુવિધાની મુશ્કેલીનો અંત આવશે.

ફાયર કંટ્રોલની કામગીરી વધુ ઝડપી થશે
સ્પેશ્યલ ફાયર સ્ટેશનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. અલાયદો કન્ટ્રોલ રૂમ પણ હશે. જેથી કામગીરી વધુ ઝડપી બનતા આકસ્મિક સમયે વધુ રાહત રહેશે.ઉપરાંત ફાયરની ગાડીઓની સર્વિસ અને મેન્ટેનસ પણ અહીં જ થઈ શકશે. > નારણભાઈ બઢીયા, ફાયર સ્ટેશન અધિકારી

1.30 કરોડના ખર્ચે સુવિધા ઉપલબ્ધ થશે
નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત 1,30 કરોડના ખર્ચે અતિ આધુનિક ફાયર સ્ટેશનના નિર્માણનું કામ શરૂ કરાયું છે. 11 મહિનાની અંદર આ કામ પૂર્ણ થઇ જતા સુવિધા લોકો માટે ચાલુ થઇ જશે. > રીતેશભાઈ ઉપાધ્યાય, ચેરમેન, બાંધકામ સમિતિ

6250 સ્કવેર ફિટના ફાયર સ્ટેશનમાં હશે 2 લાખ લીટરની ટાંકી
વ્યારા નગરના ખટારી ફળિયામાં નિર્માણ થઈ રહેલા ફાયર સ્ટેશનમાં 6250 સ્કેવર ફિટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 લાખ લીટર કેપેસિટી ધરાવતા અંડર ગ્રાઉન્ડ ટાંકી, 1 કંટ્રોલ રૂમ, ઓફિસરૂમ, શૌચલાયો અને રેહવા માટે 2 ફ્લેટ, ગાર્ડન વહીકલ મેન્ટેન્સ, અને 8 ફાયર ગાડીના પાર્કિંગ શેડ આવશે.

અન્ય સમાચારો પણ છે...