મહિલાઓને સુવિધા:ઉજ્જ્વલા યોજના હેઠળ વ્યારા, વાલોડ તાલુકા સ્મોક ફ્રી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લાના કુલ 45 બાળકોને સહાય આપવામાં આવશે

તાપી જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવી ટાઉન હોલ વ્યારા ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. તાપી જિલ્લા સહિત તમામ તાલુકાઓ મળી 9 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વ્યારા પાલિકા- ડો.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે આયોજીત જિલ્લાકક્ષાના કાર્યક્રમ હેઠળ અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ વ્યારા અને વાલોડ તાલુકાને કેરોસિનના ધુમાડા રહિત એટલે કે સ્મોક ફ્રી જાહેર કરતા જણાવ્યું હતું કે, ચુલાના ધુમાડાથી બહોનોના આરોગ્ય ઉપર માઠી અસર થતા ઉજ્વલા યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી.

ઉજ્જ્વલા યોજના 2.0 બીજા ફેઝની શરૂઆત થતા વાલોડ અને વ્યારા તાલુકાની બહેનોને યોજનામાં આવરી કેરોસિનના ધુમાડા રહિત એટલે કે સ્મોક ફ્રી જાહેર કરાયા હતા. વધુમાં તેમણે સમગ્ર તાપી જિલ્લાને નજીકના સમયમાં સ્મોક ફ્રી જિલ્લો જાહેર કરવામાં આવશે એમ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.52 લાખની સહાય થકી પાકુ આવાસ અને શૌચાલય બનાવવાની યોજના અમલમા છે જેની જાણકારી આપી અન્ય યોજનાકીય બાબતો અંગે ઉપસ્થિત સૌને માહીતગાર કર્યા હતા.

મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો અને સો ટકા રસીકરણ સિધ્ધિ મેળવનાર ગ્રામ પંચાયતના સરપંચોને સહાયપત્ર અને પ્રમાણપત્ર મેળવવા બદલ અભિનંદન પઠવી સૌ નાગરિકોને મહારસીકરણ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ તાલુકા અને પાલિકા મળી કુલ-400 લાભાર્થીઓને કીટ સ્ટવ, હોજ પાઈપ, ગેસ સીલીન્ડર ,કટ આઉટ , રેગ્યુલેટર અને સિકયુરીટી ગાઈડલાઈન ઉપરાંત SV સન્ક્રીપ્શન વાઉચર આપવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન હેઠળ સોક પીટ, શૌચાલયનું સમારકામ તેમજ નવા શૌચાલય બાંધકામ માટે કુલ 105 લાભાર્થીને લાભ અને સહાયપત્રો અર્પણ કરાયા હતા.

100 ટકા વેક્સિનેટેડ ગામના સરપંચનું સન્માન
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ તાપી જિલ્લાના કુલ 45 બાળકોને સહાય આપવામાં આવશે જેમાં બન્ને વાલી ગુમાવનાર બાળકોને માસિક રૂ.4.000 અને એક વાલી ગુમાવનાર બાળકને માસિક રૂ.2.000/- તે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી મળવાપાત્ર છે. સો ટકા કોવિડ વેક્સિનેશન થયેલ હોય તેવી પંચાયતોના સરપંચોમાં કાનપુરા અને છિંડિયાના સરપંચને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...