• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Vyara Shriram Lake Water Park Work At A Cost Of Rs 50 Lakh Has Been Delayed For 2 Years Due To Inactivity Of The Rulers.

તંત્ર નિદ્રાંધિન:વ્યારા શ્રીરામ તળાવમાં 50 લાખના ખર્ચે વોટરપાર્કનું કામ શાસકોની નિષ્ક્રિયતાથી 2 વર્ષે પણ અદ્ધરતાલ

વ્યારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગરમાં આવેલા શ્રી રામ તળાવમાં વૉટરપાર્ક પ્રોજેકટનું કામ મંથ્રગતિએ ચાલ રહ્યું છે. - Divya Bhaskar
વ્યારા નગરમાં આવેલા શ્રી રામ તળાવમાં વૉટરપાર્ક પ્રોજેકટનું કામ મંથ્રગતિએ ચાલ રહ્યું છે.
  • વૉટરપાર્કની સુવિધા નગરજનોને 1.5 વર્ષ સુધીમાં મળવાની આશા હતી
  • 18000 સ્કેવર મીટરમાં બનવાનું આયોજન, દોઢ વર્ષ થઇ જવા છતાં કામ મંથરગતિએ
  • વૉટર​​​​​​​ પાર્કમાં અંદાજિત 5 જેટલી રાઇડ મુકવાનું આયોજન

વ્યારા પાલિકાએ શ્રીરામ તળાવમાં અંદાજિત 50 લાખના ખર્ચે વોટરપાર્ક બનવાનું આયોજન કર્યું હતું. પાલિકા દ્વારા પ્લાનિંગ અને ડિઝાઇન સાથે કામ ચાલુ કરાવ્યુ હતું. આ વૉટરપાર્ક પ્રોજેક્ટની સુવિધા નગરજનોને 1.5 વર્ષ સુધીમાં મળવાની આશા હતી, જે હજુ પણ અધૂરી રહી છે. 2 વર્ષે પણ પૂર્ણ થઈ શકે તેવી સ્થિતિ નથી. સાશકોની નિષ્ક્રિયતાના કારણે કામ મંથરગતિએ ચાલતા જિલ્લાનો પ્રથમ વૉટરપાર્કની સુવિધા 2 વર્ષે પણ મળે એવા એંધાણ નથી. સુરત-જિલ્લાથી વર્ષ 2008માં અલગ વિભાજન બનેલા તાપી જિલ્લામાં દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે.

તાપી જિલ્લાના વ્યારા મુખ્યવડું મથક હોવાથી દિવસભર હજારો માણસોની અવરજવર રહે છે. જેથી વ્યારાની મુલાકાત લેવા આવતા લોકો વ્યારા નગરમાં વધુ સમય પસાર કરે, માટે વ્યારા નગરપાલિકા નવાં આયોજન અને વિકાસના કામોનું આયોજન કરે છે. ગત બે વર્ષ અગાઉ વ્યારા પાલિકાએ નગરજનોને વધુ એક સુવિધા આપવાનું નક્કી કર્યું હતું. નગરના શ્રીરામ તળાવ લોકોનું આકર્ષણ નું કેન્દ્ર છે. જેમાં 2 તળાવ આવેલા છે. એક તળાવમાં શિવજીની પ્રતિમા અને બોટિંગ કાર્યરત છે, અને બીજા તળાવમાં પણ નગરજનો માટે અંદાજિત 50 લાખના ખર્ચે વૉટરપાર્ક બનાવવા નું આયોજન કર્યું હતું.

વ્યારા પાલિકાએ વૉટર પાર્કની સુવિધાનું આયોજન કર્યુ હતું. તળાવની ડિઝાઇન તૈયાર કરી તળાવને અનુરૂપ વિવિધ સ્લાઈડ મુકવા અને ડિઝાઇન બનવાનું કામકાજ અપાયું છે. આ પ્રોજેક્ટનું કામ શાસકોએ શરૂ કરાવ્યું, પરંતુ ત્યારબાદ પૂરતું ધ્યાન નહિ આપતા કામ મંથરગતિએ આગળ વધી રહ્યું છે, જેને લઇ આ પ્રોજેક્ટ 2 વર્ષે પણ પૂર્ણ થાય એવી સ્થિતિ જણાતી નથી. તળાવમાંથી પાણી પણ નીકળી નથી રહ્યું, ત્યારે વ્યારા નગરજનોને વોટરપાર્ક ક્યારે મળે રાહ જોવી રહી, શાસકોએ નગરજનોને લાખ્ખો રૂપિયાનો પ્રોજેજેકતનું સુવિધા બને એટલી જલ્દી મળે એ માટે બનતા પ્રયાસ કરવાની જરૂર હોવાનું નગરજનો જણાવી રહ્યા છે.

શ્રી રામ તળાવના વોટરપાર્કમાં આ સુવિધાઓ નગરજનોને મળશે
વ્યારાના શ્રીરામ તળાવમાં આવેલા નાના તળાવમાં 18000 સ્કેવરમીટર જગ્યામાં બનવાનું આયોજન કર્યું હતું. જેમાં અંદાજિત 50 લાખ સુધી ખર્ચનું પાલિકાનું આયોજન છે. જેમાં નાના બાળકોથી લઇને મોટા લોકો સુધી વૉટરપાર્કનો આનંદ લઇ શકે એવું આયોજન કરાયું છે. હાલ વૉટર પાર્કમાં અંદાજિત 5 જેટલી રાઇડો મુકવાનું આયોજન છે. જેમાં સ્પારરાલ સ્લાઈડ, ક્લોઝ ટુયુબ સ્લાઈડ,મલ્ટી લેન્ડ, ટ્યુબ સ્લાઈડ ,વેવ પુલ બનવાનું સંભવિત આયોજન કર્યું છે. સાથે આ સ્થળે ચેઇનજિંગ રૂમ અને રેસ્ટ એરિયાની સુવિધા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...