તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જાહેરનામાનો ભંગ કરનારા 10 વિરુદ્ધ વ્યારા પોલીસની કાર્યવાહી

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાના કપરા સમયમાં લોકોને કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી નિયમો અને જાહેરનામાં બહાર પાડ્યા છે. વ્યારા નગરજનો દ્વારા જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કડક હાથે કામગીરી ચાલુ કરી દેતા આજરોજ 10 વ્યક્તિ સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી હતી વ્યારા પીઆઇ રાકેશ પટેલ અને ટિમ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ ગ્રાહકો વચ્ચે ડીસ્ટન્સ જાળવતા ન હોય તેવા 10 લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાહેરનામાંનો ભંગ કરનાર વિવિધ વ્યક્તિઓ જેમાં તળાવ રોડ ઉપર જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક પર આવતો અર્જુન કિશન રાકપ્રસેર વ્યારા, કમલેશ વેચીયા ગામીત રહે.મેઘપુર ગામ, દિવ્યેશ ગામીત અને નિતેશ અનીલ ગામીત બંને રહે.મગરકુઈ ગામ, વ્યારાના જુના બસ સ્ટેશન પાસેના રોડ ઉપર જાહેરમાં એક બાઈક ઉપર સુરેન્દ્ર ગામીત, વિજય ગામીત, અને પિયુસ વસાવા, ઝેરોક્ષ દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને દુકાનમાં આવતા જતા ગ્રાહકો વચ્ચે ડીસ્ટન્સ રાખ્યા વગર હેમલ ગાગલ, મોબઈલ રિપેરિંગની દુકાનમાં ગ્રાહકો વચ્ચે ડીસ્ટન્સ ન હોય તેમજ માસ્ક પહેર્યા વગર લલિત કન્હરે, ધનસુખ ગામીત આમ જુદાજુદા બનાવોમાં જાહેરનામાનો ભંગ કરતા 10 જેટલા કસુરવારોને વ્યારા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...