તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલકતોની ચકાસણી:વ્યારા પાલિકા ફાયર સેફટી બાબતે 54 મિલકતો ધારકોને નોટિસ આપશે

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 મિલ્કતધારકને નોટિસ અપાઈ, જેમાં 44 મિલ્કતધારકોએ કામગીરી શરૂ કરી

વ્યારા ખાતે નગર પાલિકા દ્વારા ફાયર સેફ્ટી બાબતે ગંભીરતા દાખવતા વ્યારાની 100 જેટલી મિલકતોની ચકાસણી કરી હતી, જે પૈકી 54 મિલકતો ફાયર સેફટી બાબતે યોગ્ય આયોજન કે નિયમ મુજબ ન હોવાના કારણે નોટિસ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જોકે પાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામો બાબતે પણ કડક કામગીરી હાથ ધરે એ જરૂરી છે.

વ્યારા ખાતે બાંધકામો થઈ રહ્યા છે. તેમજ જે જુના બાંધકામોમાં છે. તેમાં ફાયર સેફટીની સિસ્ટમ ફિટ કરી છે કે નથી તે બાબતે વ્યારા નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર શૈલેષ પટેલના અધ્યક્ષતામાં અગાઉ એક મિટિંગ યોજાઈ હતી, જેમાં વ્યારા નગરપાલિકા દ્વારા બે જેટલી ટીમ બનાવી નગરની ઇમારતોના સર્વે કરી હતી. 100 જેટલી ઇમારતોમાં ફાયર સેફટી સહિતની સુવિધા નથી તેની નોંધ કરવાની તેમજ નિર્ધારિત સમયમાં તેને ચાલુ ન કરે નોટિસ આપવાની તેમજ દંડની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી દેવાય છે. વ્યારા પાલિકાની અલગ-અલગ ટિમ સર્વેમાં જોડાઈ હતી. વ્યારા પાલિકા વિસ્તાર માં આવેલી 100 જેટલા હોસ્પિટલ, સ્કુલ, મોલ, હોટેલ, મોટા શોરૂમના સર્વે થયા હતા, જેમાં કેટલી ઈમારતમાં ફાયર સેફટી છે. કેટલામાં નથી ચાલુ છે કે બંધ છે. સહિતની તમામ બાબતો અંગે રિપોર્ટ તૈયાર કરતા હાલ 54 જેટલા મિલકતોમાં ફાયર સેફટીના અભાવ તેમજ ફાયર સેફટી સર્વિસનો અભાવ સહિત બાબતો તાકીદે ફાયર ચાલુ કરવા નોટિસ આપવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે વ્યારામાં કેટલાક સમયથી ગેરકાયદે બાંધકામોનો રાફડો વધી રહ્યા છે. ભૂતકાળમાં નિયમો તોડી મંજૂર કરતા વધારે બાંધકામ કરી દેવાનો બનાવો બની ચૂક્યા છે ત્યારે પાલિકા આ બાબતે કડકાઈથી પગલાં ભરે એવી માંગ ઉઠી છે.

44 મિકલતધારકોનું ફાયર માટે એપ્લાય
વ્યારા નગર પાલિકા વિસ્તારના ઇમારતો અને જરૂરી સ્થળોના ફાયર સેફટી બાબતે સર્વે અગાઉ ચાલુ કરી દેવાયો છે, જે દરમિયાન 44 મિકલતધારકોએ ફાયર માટે એપ્લાય થયા બાકી રહેલા હાલ 54 મિલકતોને નોટિસ આપવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. > સંજયભાઈ પંચાલ, વૉટરવોક્સ અધિકારી વ્યારા

અન્ય સમાચારો પણ છે...