તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:વ્યારા પાલિકા સફાળી જાગી, જૂના બસ સ્ટેન્ડ પાસે મહિનાથી બંધ પડેલી કામગીરી ચાલુ કરાવી

વ્યારા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
વ્યારામાં એક મહિનાથી બંધ પડેલી કામગીરી ચાલુ કરાઈ હતી. - Divya Bhaskar
વ્યારામાં એક મહિનાથી બંધ પડેલી કામગીરી ચાલુ કરાઈ હતી.
 • મહિનાથી ગેસ લાઇન માટે ખાડા ખોદી પેવર બ્લોક સાઇડ પર કરી દેવાયા હતા

વ્યારા નગરના ભરચક ગણાતા જુના બસ સ્ટેન્ડ રોડ પર મહિનાથી ગેસ લાઇનના કામકાજ માટે ખાડા ખોદી અને પેવર બ્લોક સાઈટ પર મુકી દેવાયા છે. મહિનાથી દુકાનદારો સહિત સ્થાનિકોની રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા દ્વારા તાકીદે જવાબદાર તંત્ર પાસે કામગીરી પૂર્ણ કરી પેવર બ્લોક ફિટ કરાવી જાય એવી માંગ ઉઠી હતી. જે બાબતે ગતરોજ દિવ્યભાસ્કર અખબારમાં સહ તસ્વીર અહેવાલ છપાતા પાલિકાએ કામગીરી ચાલુ કરાવી દીધી છે. વ્યારા જૂના બસસ્ટેન્ડ વિસ્તાર ભરચક વિસ્તાર છે. આ વિસ્તારમાં બસ સ્ટેન્ડ હોવાને કારણે હજારો મુસાફરો અવરજવર કરે છે અને ટ્રાફિક પણ વધારે થાય છે.

આ વિસ્તારમાં પાલિકાની મંજૂરીથી રસ્તાની બાજુમાં ગેસ પાઈપલાઈનની કામગીરી હાથ ધરાઇ હતી. જે માટે ખાડા ખોદી પેવર બ્લોકનું સાઈટ પર મુકી દેવાયા હતા. મહિનાથી ખાડા ખોદી પેવરબ્લોક સાઇટ પર મૂકી દેવાના કારણે રહીશો, રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક દુકાનદારોની મુશ્કેલી વધી હતી. અવાર નવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કામગીરી ન કરતા મુશ્કેલીમાં વધારો થઇ ગયો હતો. મંગળવારે વ્યારા નગર પાલિકા દ્વારા તાત્કાલિક એક મહિનાથી બંધ પડેલું કામ ચાલુ કરાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો