સુવિધા:વ્યારા પાલિકાએ ખટારી ફળિયામાં વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યું

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખટારી ફળિયામાં 8 ફૂટ ઊંડા અને 70 ફૂટ લંબાઈ ધરાવતું તળાવ બનાવાયું

કોરોનાના કારણે ગત વર્ષે ગણેશ ઉત્સવમાં ઉજવણી કરાઇ ન હતી. આ વર્ષે સરકાર દ્વારા વિવિધ મર્યાદા રાખી ઉજવણી મંજૂરી આપી હતી. વ્યારામાં ઉજવાતા ગણેશ ઉત્સવમાં 103થી વધુ શ્રીજીની પ્રતિમા વિસર્જન હાથ ધરાશે. જેમાં વિસર્જન નદીમાં ન થાય એ માટે વ્યારા પાલિકા દ્વારા ખટારી ફળિયા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યુ છે, જેમાં મૂર્તિઓનું વિસર્જન કરશે.

કોરોનાના કારણે વિવિધ ઉત્સવ પર પ્રતિબંધ લાગ્યા હતા. હાલ ઉત્સવને વિવિધ મર્યાદાઓ સાથે મંજૂરી અપાતા વ્યારામાં ગણેશ ઉત્સવને લઇને ભારે આનંદ છવાયો હતો. વ્યારા નગરજનો દ્વારા નવ દિવસ સુધી શ્રીજીની પ્રતિમાઓની સેવા કરશે તેમને આરતી મહાપૂજા થાળ સહિત ધાર્મિક આયોજન કરી ઉજવણી કરશે, જે બાદ ભાવિક ભક્તો દ્વારા ગણેશજીની પ્રતિમાને શ્રદ્ધાપૂર્વક પાણીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે, જેને લઇને વ્યારા પાલિકા દ્વારા મૂર્તિઓના વિસર્જન માટે ખટારી ફળિયા ખાતે 8 ફૂટ ઊંડા અને 70 ફૂટ લંબાઈ ધરાવતા કૃત્રિમ ખાડો બનાવ્યો છે, જેમાં પાલિકા દ્વારા પાણી ભરી દેવાયું છે. નાની પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે. પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ નજીક લાઈટ, પોલીસ બંદોબસ્ત, સ્થાનિક તરવૈયાઓના મદદ સહિત સુવિધા સાથે સજ્જ કરશે.

અન્ય સમાચારો પણ છે...