તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિમોન્સૂન કામગીરી:વ્યારામાં ચોમાસામાં ભરાતા પાણીના નિકાલની કવાયત

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા માં પાણી ભરતા સ્થળોએ ઈજનેર સાથે મુલાકત લઈ કામગીરી હાથ ધરી. - Divya Bhaskar
વ્યારા માં પાણી ભરતા સ્થળોએ ઈજનેર સાથે મુલાકત લઈ કામગીરી હાથ ધરી.
  • પાણીના ભરાવાથી ત્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કરી ગટરોની સફાઇ કરાઇ

વ્યારા નગરપાલિકાના મરાઠાવાડ વિસ્તારમાં દર ચોમાસામાં પાણી ભરાઇ જતા ભારે મુશ્કેલી પડી રહી હતી. જે ધ્યાને રાખીને આજરોજ ગટર સમિતિના ચેરમેન અને સભ્યો દ્વારા એન્જિનિયર સાથે મુલાકાત લીધી હતી અને દર વર્ષે પાણી ભરાય તેનો યોગ્ય નિરાકરણ થાય તે માટે થોડો પણ સાફ સફાઈ કરવાની ચાલુ કરાવી દીધી હતી. પાણી ભરાવાના નિરાકરણ માટેની સ્થાનિકો સાથે ચર્ચા પણ કરી હતી. નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીને પગલે સ્થાનિકોમાં આવશે પાણી ન ભરાય એ બાબતે રાહત થશે કે કેમ એ તો સમય બતાવશે.

વ્યારા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરી હેઠળ ગટરો સહિત સાફસફાઈ ની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.વોર્ડ નંબર 2 માં મરાઠાવાડ વિસ્તાર, શાકભાજી માર્કેટ અને મિશ્ર શાળામાં દર ચોમાસા વરસાદ આવે એટલે રસ્તા પર બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ચોમાસું પાણી ભરાઇ રહે છે. જેને સ્થાનિકોમાં ભારે મુશ્કેલી પડી રહે છે.દર ચોમાસે પાણી ભરાવાની સામાન્ય સમસ્યા બની જતા જેને લઇને સ્થાનિક દ્વારા વ્યારા નગરપાલિકા કામ રજૂઆત કરી હતી અને ચાલુ વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળે એ માટે જણાવ્યું હતું

જેને લઇને આજરોજ વ્યારા નગરપાલિકાના કટર સમિતિના ચેરમેન મૃણાલભાઈજોશી તેમજ ઇજનેર અને કોન્ટ્રાક્ટર દ્વારા વોર્ડ નંબર 2 માં જે પાણી ભરાય તેવા સ્થળોની મુલાકાત લીધી હતી અને ચોમાસામાં પાણીનો ભરાય તે માટે કયા કયા રસ્તે પાણીનો નિકાલ કરી શકાય તે બાબતે સ્થાનિકો નો અભિપ્રાય લીધો હતો સાથે વોર્ડ નંબર 2 માં આવેલી વિવિધ ગટરો ને સાફ-સફાઈની કામગીરી પણ ચાલુ કરી દેવાય છે જોકે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળે કે નહીં કરાવનાર ચોમાસા બાદ જ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...