તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વ્યારા માલોથાનું શિક્ષક દંપતી લગ્નમાં ગયું ને તસ્કરોએ 1.98 લાખની ચોરી કરી

વ્યારા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
9 કલાક ઘર બંધ રહ્યું ત્યારે ચોરી થતા તસ્કરો જાણભેદુ હોવાની શંકા - Divya Bhaskar
9 કલાક ઘર બંધ રહ્યું ત્યારે ચોરી થતા તસ્કરો જાણભેદુ હોવાની શંકા
 • 60 હજાર રોકડા, સોના-ચાંદીના દાગીનાની ચોરી, ઘરના પાછળના ભાગે કેટલોક સામાન મળ્યો

વ્યારા તાલુકાના માલોથા ગામે મંદિર ફળિયામાં રહેતા એક શિક્ષક દંપતી માંડવી ખાતે પોતાના સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી તાળુ તોડી ઘરમાં ઘુસી સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે 1.98 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. લગ્નમાંથી પરિવાર ઘરે આવ્યા બાદ જાણ થઈ હતી.માલોથા મંદિર ફળિયામાં નાથાભાઈ બાબલાભાઈ ચૌધરી અને તેમની પત્ની કમળાબેન પરિવાર સાથે રહે છે. નાથાભાઈ વ્યારાની નાની કાંજણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમની પત્ની માલોઠા પ્રા. શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.

દંપતી 16 ફેબ્રુઆરીએ બપોરે દોઢ કલાકે માંડવીના રેગમાં ગામે સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા, જે દરમિયાન રાત્રે 9:00 વાગ્યે પરત આવ્યા હતા. ત્યારે ઘરના દરવાજા પર તાળું ન હતું અને નકુચો તૂટેલો હતો. જેથી ચોરી થયાની શંકા ગઈ હતી ઘરમાં કબાટ અને અન્ય ચેક કરતા રોકડા 60,000 મળી અને સોના-ચાંદીના મળી કુલ 1.98.000 લાખ ના મુદ્દામાલ ચોરી કરી ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાવી છે.ઘર પાછળ કેટલોક સામાન મળ્યો હતો.

આ વસ્તુઓની ચોરી થઈ
શિક્ષક દંપતીના ઘરમાં ચોરોએ કબાટમાં મુકેલા રોકડા 60,000 ચોરી કર્યા હતા. ત્યારબાદ બીજા રૂમમાં આવેલા કબાટમાંથી એક તોલાનુ સોનાનુ મંગળસૂત્ર કિંમત 25 હજાર તેમજ બે તોલાની સોનાની ચેન 1 નંગ કિંમત 50000 તથા સોનાની બંગડી બે નંગ કિંમત 50000 તથા 5 જોડી ચાંદીના સાંકડા કિંમત 6000 તથા કમરમાં રાખવાના જુડા કિંમત 5000 તથા ચાંદીના સિક્કા 4ની કિંમત 2000 મળી કુલ 198000ની ચોરી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો