તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપી:સુમુલ ડેરીએ દૂધ ખરીદવાનું બંધ કરતાં બેડકુવા ગામના પશુપાલકોએ બાજીપુરામાં દૂધ ઢોળી વિરોધ કર્યો

તાપીએક વર્ષ પહેલા
દૂધ ન લેવાતા સુમુલ ડેરીના નિર્ણયના વિરોધમાં પશુપાલકોએ બાજીપુરામાં દૂધ ઢોળ્યું હતું.
  • 30થી વધુ પશુપાલકોનું દૂધ બંધ કરાતા વિરોધ કરાયો
  • બાજીપુરાના શીત કેન્દ્ર બહાર દૂધ ઢોળી વિરોધ કરાયો

બેડકુવા ગામ અને તેની આસપાસના ગામના પશુપાલકોનું દૂધ ખરીદવાનું સુમુલ ડેરીએ બંધ કરતાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના નિર્ણયના વિરોધમાં પશુપાલકો વિફર્યા છે. 30 જેટલા પશુ પાલકોનું દૂધ બંધ કરતાં દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. પશુપાલકો બાજીપુરામાં આવેલા સુમુલ ડેરીના શીત કેન્દ્ર બહાર દૂધના કેન લઈને પહોંચ્યા અને દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો છે.દૂધ ગુણવત્તાયુક્ત ન હોવાનું કહીને સુમુલ ડેરીના સત્તાધિશો દ્વારા દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યા બાદ પશુપાલકોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે.

સુમુલ ડેરીની જોહુકમી છે
રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શિત કરનારા પશુપાલકોએ જણાવ્યું હતું કે, આ સુમુલ ડેરીની જોહુકમી છે. પશુ દ્વારા દૂધ બધે સરખું જ અપાય છે એમાં ગુણવત્તાયુક્ત ન હોવાનું કહીને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તે રીતે દૂધ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી અમારા પરિવારના ગુજરાન ચલાવવા પર પણ પ્રશ્ન સર્જાયો છે. હકીકત તો એ છે કે વર્તમાન કોરોના સમયમાં દૂધની માંગ ઘટતા પશુપાલકો સાથે ડેરી દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે.