કોરોના સામે રક્ષણ:વ્યારામાં કોરોના વેક્સિનના પ્રથમ ડોઝની 103 ટકા અને બીજા ડોઝની 55 ટકા કામગીરી પૂર્ણ કરાઈ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીમો કાર્યરત કરી ઘરે વેક્સિન મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી

તાપી જિલ્લામાં કોરોના મહામારી સમયે વાઇરસના સંક્રમણ વચ્ચે એક સુરક્ષા કવચ તરીકે કોરોનાની વેક્સિન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી વ્યારા નગરમાં પ્રથમ ડોઝ 103 ટકા સુધી અને બીજા ડોઝની 55 ટકા સુધીની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે તાલુકામાં પ્રથમ ડોઝ 106 ટકા અને બીજો ડોઝ 69 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી, જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા હાલ વ્યારા નગર અને તાલુકામાં 55 જેટલી ટીમો કાર્યરત કરી ઘરે વેક્સિન મુકવાની કામગીરી ચાલુ કરી સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરી દેવાઇ છે.

કોરોના સંક્રમણની પ્રથમ લહેરમાં રહેલા તાપી જિલ્લાએ બીજી લહેરમાં કોરોનાના કહેર સામે લાચાર બની ગયું હતું. તાપી જિલ્લામાં બીજી લહેરમાં કોરોનાની કપરી પરિસ્થિતિને ધ્યાને રાખી સુરક્ષાકવચ તરીકે કોરોના વેકસીન અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું હતું. તાપી જિલ્લા ડીએચ ઓ ડો.હર્ષદભાઇ પટેલ અને વ્યારા બી.એચ.ઓ મયંકભાઇ દ્વારા વેકસીન 100 ટકા પૂર્ણ થાય એવી દિશા માં કામગીરી હાથ ધરી દીધી છે. વ્યારા નગરમાં આરોગ્ય ટીમ દ્વારા પ્રથમ કોરોના વેક્સિન ડોઝમાં 26,259 વ્યક્તિઓને ડોઝ આપી દેવતા 103 ટકા જ્યારે 19,938 વ્યક્તિઓ ને બીજો ડોઝ આપતા 55 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે.

જ્યારે વ્યારા તાલુકામાં એક લાખ 1,19308 વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપી દેવાતા 106 ટકા કામગીરી થઇ છે જ્યારે બીજા ડોઝમાં 76699 વ્યક્તિઓને આપી દેવાતા 69 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. કોરોનાની લહેર આગામી સમયમાં ન આવે તે માટે બાકી રહેલા વ્યક્તિઓને કોરોના વેક્સિન મુકવા માટે આરોગ્યની 55 જેટલી ટીમો વ્યારા નગરમાં ઘરે ઘરે ફરી રહી છે એની સાથે જે વ્યક્તિઓએ કોરોના વેકસીન ન મૂક્યા એમને વેકસીન મુકવાની કામગીરી હાથ ધરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...