તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારાના બિલ્ડરની હત્યા:રાત્રે કારમાં આવેલા 4 હુમલાખોરોએ તલવારના 15 ઘા ઝીંકીને પતાવી દીધો, વચ્ચે પડેલા વેપારી પણ ગંભીર, હત્યાનું કારણ અકબંધ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક બિલ્ડર નિશિશ શાહની તસવીર - Divya Bhaskar
મૃતક બિલ્ડર નિશિશ શાહની તસવીર

વ્યારાના બિલ્ડર રાત્રે 8 કલાકે તરબૂચ લેવા ઉભા રહ્યા ત્યારે માર્ગ પર કાર ચાલકે ટક્કર મારી બિલ્ડરને રોડ પર પાડી નાખી કારમાંથી ઉતરેલા 4 ઈસમે બિલ્ડર પર તલવારના 15થી વધુ ઘા કરતા મોત થયંુ હતું. વચ્ચે પડનાર તરબૂચ વેપારી અને તેની દુકાનમાં કામ કરતા યુવક ઉપર પણ ઘા કરાતા વેપારી ગંભીર હાલતમાં છે. વ્યારાના રાયકવાડમાં રહેતા 40 વર્ષીય બિલ્ડર નિશિશ મણિલાલ શાહ વ્યારા સહિત અન્ય રાજ્યમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શુક્રવારે સાંજે વ્યારાના હરિ હરેશ્વર મહાદેવ મંદિર સામે તરબૂચ લેવા ગયા ત્યારે કાર નં GJ-05-JP-2445 ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાયા હતા.

આ દરમિયાન તરબૂચ વેપારી ગણેશ બળવંત વિહારકાર મદદ માટે જતા કાર ચાલકે તલવાર કાઢી વેપારીને એક ઘા માર્યો હતો. ત્યારે તેની દુકાનમાં કામ કરતો યુવક આવતા તેને પણ માર્યો હતો. જોકે, હત્યા કારણ અકબંધ રહ્યું છે. અન્ય 3 શખ્સે કારમાંથી ઉતરી નિશિશભાઈ પર તલવારના ઉપરાછાપરી 15 ઘા ઝીંકી હત્યા કરી હતી. વેપારી ગણેશને સુરત ખસેડાતા હાલત ગંભીર છે. પોલીસને કારનો બમ્પ અને નંબર પ્લેટ મળી છે. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે. હત્યારાઓએ રેકી કરી હોવાની પોલીસને શંકા છે.

અન્ય સમાચારો પણ છે...