તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વ્યારા ABVPએ કાર સેવકોનું સન્માન કર્યું, શિલાન્યાસની ભવ્ય ઉજવણી

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા રામ જન્મ ભૂમિ પૂજનના પાવન અવસરે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. ફૂલો અને ઝાડના પાંદડા દ્વારા રામ મંદિર બનાવી તેને દિવડાઓથી સજાવામાં આવ્યુ તેમજ રામજીની આરતી કરવામાં આવી હતી. વ્યારામાંથી અયોધ્યા ગયેલ વિવિધ કારસેવકોને ખેસ પહેરાવી અને રામદરબારનો ફોટો આપી સમ્માન કરવામાં આવ્યુ તેમજ એમના અનુભવ કથનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ ચંદનસિંહ ગોહિલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શ્રીરામ મંદિરના શિલાન્યાસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...